પ્રયાગરાજ બોર્ડર પર લાખો ભક્તો ફસાયા
ભક્તોના ભારે ધસારાને કારણે પ્રયાગરાજ બોર્ડર પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે લાખો લોકો ફસાયા છે. પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે, રસ્તાઓ અને હાઇવે પર વાહનો અટવાઈ ગયા છે અને ભક્તોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જીગર દેવાણી/ પ્રયાગરાજના મહાકુંભમાં સંગમ કિનારે નાસભાગની ઘટનામાં 30 શ્રદ્ધાળુઓના મોત બાદ સરકાર હવે કડકાઈ કરી રહી છે. આ સાથે સરકારે પાંચ મોટા ફેરફાર કર્યા છે. હવે સંપૂર્ણ મેળાના ક્ષેત્રને નો-વ્હિકલ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જેનાથી કોઈપણ વાહનને અંદર જવાની પરવાનગી નહીં મળે. તમામ પ્રકારના વાહનોની એન્ટ્રી પ્રતિબંધિત રહેશે.
મહાકુંભમાં આ પ્રતિબંધ જાહેર
1. નો વ્હિકલ ઝોન - હવે મેળાના ક્ષેત્રમાં તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ રહેશે
2. VVIP પાસ રદ - કોઈ પણ પ્રકારના વિશેષ પાસની મદદથી વાહનને એન્ટ્રી નહીં મળે.
3. વન-વે - શ્રદ્ધાળુઓની સુચારુ અવર-જવર માટે વન-વે રોડ પોલિસી લાગુ
4. બોર્ડર પર નાકાબંધી - પ્રયાગરાજ સાથે સંકળાયેલા જિલ્લાઓથી આવતા વાહનોને સરહદે જ અટકાવી દેવાશે.
5. ફોર વ્હિલર પર બૅન - શહેરમાં ફોર વ્હિલરની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે.
મુખ્ય અસરગ્રસ્ત રૂટ:
* વારાણસી-પ્રયાગરાજ રૂટ: 20 કિમી લાંબો ટ્રાફિક જામ થયો છે, રૂટ પર 200 થી વધુ બસો ફસાઈ
* પ્રયાગરાજ-કૌશાંબી બોર્ડર: રસ્તાથી પાર્કિંગ સુધી 50,000 વાહનો ફસાયા
* પ્રયાગરાજ-પ્રતાપગઢ બોર્ડર: 40,000 વાહનો ફસાયા
* ચિત્રકૂટ-પ્રયાગરાજ રૂટ: 10 કિમી લાંબો ટ્રાફિક જામ થયો છે, જેમાં ભક્તોને બેચમાં આગળ વધવાની મંજૂરી આપવામાં આવી
* જૌનપુર-પ્રયાગરાજ રૂટની સ્થિતિ: બસ સ્ટેન્ડ પર બસો રોકાવાને કારણે પેસેન્જર ટ્રેનો રદ, ભીડ વધી
* પ્રતાપગઢ-પ્રયાગરાજ રૂટની સ્થિતિ: સરહદ પર હજારો વાહનો ફસાયાં, ડ્રોન દ્વારા દેખરેખ
* કૌશામ્બી-પ્રયાગરાજ રૂટની સ્થિતિ: સાંજે કૌશામ્બીથી તમામ વાહનોને જવા દેવામાં આવ્યાં
* રીવા-પ્રયાગરાજ રૂટની સ્થિતિ: હાઈવે પર 50 હજારથી વધુ વાહનો પાર્કિંગમાં થંભ્યાં
વહીવટીતંત્રનો પ્રતિભાવ
પ્રશાસન દ્વારા હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે અને ફસાયેલા ભક્તોને ખોરાક, ચા અને નાસ્તો પૂરો પાડી રહ્યા છે. જો કે, પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે, મૂળભૂત સુવિધાઓના અભાવે ઘણા ભક્તોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સરકારની માર્ગદર્શિકા
મહાકુંભ મેળામાં થયેલી ભાગદોડને પગલે, સરકારે ભીડ વ્યવસ્થાપન, ટ્રાફિક પ્રવાહ અને શ્રદ્ધાળુઓના એકઠા થવાથી બચવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારે વધારાના દળો પણ તૈનાત કર્યા છે . પ્રયાગરાજ સરહદ પર પરિસ્થિતિ અસ્થિર રહે છે. લાખો શ્રદ્ધાળુઓ ફસાયેલા છે. વહીવટીતંત્ર પરિસ્થિતિને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે, પરંતુ ટ્રાફિક પ્રવાહને સામાન્ય બનાવવામાં થોડો સમય લાગીશકે છે.