લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

image
X
દેશના પૂર્વ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે. તેમને નવી દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાજુક છે.

આ પહેલા પણ તેમને આ વર્ષે જુલાઈ મહિનામાં દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સ્થિર થતાં તેમને રજા આપવામાં આવી હતી. તેના બરાબર એક મહિના પહેલા, 26 જૂને, તેમને રાત્રે 10:30 વાગ્યે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ યુરોલોજી વિભાગમાં સારવાર લઈ રહ્યા હતા. 27 જૂને બપોરે તેમને રજા આપવામાં આવી હતી.
લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચી (જે હાલના પાકિસ્તાનમાં છે)માં થયો હતો. અડવાણીએ 1942માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં જોડાઈને સ્વયંસેવક તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. તેઓ 1986 થી 1990 સુધી, ફરીથી 1993 થી 1998 અને 2004 થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. અડવાણી પાર્ટીના સૌથી લાંબા સમય સુધી અધ્યક્ષ રહ્યા છે.

અડવાણીએ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 1999 થી 2005 સુધી ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા હતા.

Recent Posts

ગાંધીનગરની ગોસિપ

UP/ ગુડ્ડુ મુસ્લિમ નામ બદલીને દુબઈ ભાગી ગયો! કોલકાતા એરપોર્ટથી આ નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ; જાણો વિગત

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય