Loksabah Election 2024: પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠામાં ભાજપ પર કર્યા આકરા પ્રહાર, જાણો શું કહ્યું

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, ગુજરાતમાં રાજપૂત સમાજની મહિલાનું આપવામાં કરવામાં આવ્યું છે. તેમ છતાં તે ઉમેદવારને બદલવામાં આવ્યા નથી. કોંગ્રેસની સરકાર બની તો આ વાત દેશમાં ફેલાવવામાં આવશે. જ્યાં મહિલાનું અપમાન કર્યું છે. ત્યાં ન્યાય આપવામાં આવશે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈને નેતાઓ પાસે હવે થોડો જ સમય છે. ત્યારે નેતાઓ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણીને આજે ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ મંત્રી  અને પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે  બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા છે.પ્રચારમાં જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો છે. આ સાથે જ તેમણે જણાવ્યુ કે દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા છે. ભાજપ નેતાઓ બંધારણથી પ્રજાને અધિકાર મળે છે.

પ્રિયંકા ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં  કહ્યું કે, બહેનો અને ભાઈઓ આજના જે વડાપ્રધાન છે તેને ગુજરાતની જનતાએ બધુ આપ્યું પણ આજે તેઓ 10 વર્ષથી વડાપ્રધાન છે તેઓ મોટા મોટા કાર્યક્રમોમાં જ જોવા મળે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓ સાથે અને બીજા દેશના વડાપ્રધાન સાથે જોવા મળે છે, પણ ક્યારેય ગરીબોના ઘરે કે ખેડૂતોના ઘરે જાતા હોય તેમ જોયું છે? પહેલાના વડાપ્રધાન ગામડામાં આવતા હતા અને ઘરોમાં પણ આવતા હતા. ત્યારે જો કોઈ વિકાસના કામો થયા ન હોય તો જનતા સવાલો કરતી હતી. આ રાજનિતિ હતી એક જમાનામાં. આ રાજનિતીનો આધાર ગુજરાતના સૌથી મહાન પુત્ર મહાત્મા ગાંધીજીએ તમામ નેતાઓને ગરીબોના ઘરે લઈ ગયા અને સમસ્યાને સાભળવા કહ્યું.

70 વર્ષથી દેશ આઝાદ છે. આઝાદ દેશમાં સંવિધાન તૈયાર કરવામાં આવ્યું. બ્રિટિશ સામ્રાજ્ય સામે લડીને સંવિધાન તૈયાર કરવામાં આવ્યું. પરંતુ ભાજપ અનેક નેતાએ દેશ ફરીને સંવિધાન બદલવાની વાત કરવામાં આવી રહી છે. સવિંધાન અનેક વસ્તુ પર અસર પડે છે. સંવિધાનથી લોકો મત આપવાનો અધિકાર આપવાનો છે. દેશમાં તમામ લોકોને સમાન અધિકાર સંવિધાન આપ્યો છે. કોઈ નેતા સામેલ સવાલ કરવાનો અધિકાર મળે છે.  સંવિધાન બદલવાની કોઈ સવાલ કરી શકાશે નહી. 

રૂપાલાને લઈ આપ્યું મોટું નિવેદન 
ગુજરાતમાં રાજપૂત સમાજની મહિલાનું આપવામાં કરવામાં આવ્યું છે. તેમ છતાં તે ઉમેદવારને બદલવામાં આવ્યા નથી. કોંગ્રેસની સરકાર બની તો આ વાત દેશમાં ફેલાવવામાં આવશે. જ્યાં મહિલાનું અપમાન કર્યું છે. ત્યાં ન્યાય આપવામાં આવશે. 

તેઓ મારા ભાઈને શેહજાદા કહે છે, હુ તેઓને કહેવા માગું છું કે, આ જ શેહજાદા 4 હજાર કિલોમીટર સુધી પદયાત્રા કરી છે, કન્યાકુમારીથી કાશ્મિર સુધી લોકોની સમસ્યાઓને સાંભળવા માટે પદયાત્રા કરી છે. એક બાજુ તમારા શહેનશાહ નરેન્દ્ર મોદીજી. જેઓ મહેલોમાં રહે છે. તેનો ચહેરો જોયો છે એક ડાગ નથી ચહેરા પર. તેઓ કેમ સમજી શકશે તમારી સમસ્યાઓને. આજે તમામ જગ્યાએ મોંઘવારી છે, તેલ, સબજી, પેટ્રોલ-ડિઝલ તમામ જગ્યાએ મોંઘવારી છે. ખેતીના તમામ સામાન પર જીએસટી છે. તહેવારોમાં ખરીદી કરવી હોય, કોઈ બિમાર પડે ત્યારે તમારા શું હાલ થાય છે તે મોદીજી નહીં સમજી શકે.

Recent Posts

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત

આજે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ ફરી 74000ને પાર, આ 5 શેરોમાં તોફાની વધારો