LokSabha Election 2024 : 'અનુપમા'ની પોલિટિક્સમાં એન્ટ્રી, રૂપાલી ગાંગુલી આજે ભાજપમાં જોડાયા

ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગઈ છે. હવે તે એક્ટિંગની સાથે રાજનીતિ કરતી જોવા મળશે.

image
X
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી રાજકારણમાં પ્રવેશી રહી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. રૂપાલી હાલમાં અનુપમા સિરિયલનો ભાગ છે. રૂપાલીની સાથે ફિલ્મ નિર્દેશક અમય જોશી પણ ભાજપમાં જોડાઈ ગયા છે. અમયે ઘણી મરાઠી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

રૂપાલી ભાજપમાં જોડાઈ
રૂપાલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપ પાર્ટીનું સભ્યપદ લીધું. અભિનેત્રીએ આ પ્રસંગે કહ્યું- જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે, મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.

રૂપાલીની કારકિર્દી
રૂપાલી હાલમાં સિરિયલ 'અનુપમા'થી ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે. તે શોમાં લીડ કેરેક્ટર અનુપમાનું પાત્ર ભજવી રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. રૂપાલીની લોકપ્રિયતા જબરદસ્ત છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ગઈકાલે જ અભિનેત્રીએ મુંબઈમાં તેનો 47મો જન્મદિવસ ઉજવ્યો હતો.
રૂપાલી ફિલ્મ નિર્દેશક અનિલ ગાંગુલીની પુત્રી છે. અભિનેત્રીએ તેની કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે તેના પિતાની ફિલ્મ 'સાહેબ'માં પહેલો રોલ કર્યો હતો. પરંતુ રૂપાલીને 2003માં આવેલી સિરિયલ 'સંજીવનીઃ અ મેડિકલ બૂન'થી ઓળખ મળી હતી. આ પછી અભિનેત્રીએ 'બિગ બોસ'ની સીઝન 1 માં પણ ભાગ લીધો હતો. રૂપાલી 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' જેવા હિટ શોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે 2013માં સિરિયલ 'પરવરિશ' કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી 'અનુપમા' સાથે ટીવીની દુનિયામાં પાછી આવી.

Recent Posts

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન