Loksabha Election 2024: ભરૂચ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ

આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. વખતે છોટુ વસાવા નહીં, પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈ દેશ ભરમાં રાજકીય સમીકરણ તૈયાર થયા છે. ભાજપ ગુજરાતમાં તમામ બેઠક પર જીતની હેટ્રીક સાથે 5 લાખથી વધુની લીડથી જીતવાની તૈયારી સાથે મેદાને ઉતરી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતની બે બેઠક પર  ગઠબંધન કર્યું છે. જેમાં ભાવનગર અને ભરૂચ બેઠકનો સમાવેશ થાય છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ આ બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહી હતી. અહેમદ પટેલના પુત્રએ ભલે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ આ બેઠક પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આ બેઠક પર ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આ બેઠક પર બહુ પાંખિયો જંગ જામશે.   

ભરૂચ બેઠક પરથી છેલ્લે 1984માં  અહેમદ પટેલ ચૂંટણી જીત્યાની સાથે જીતની હેટ્રીક પણ લગાવી હતી. જોકે ત્યાર બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ બે વખત આ બેઠક પરથી ચૂંટણી હારી ચૂક્યા છે. અને વર્ષે 1984 બાદ કોંગ્રેસ એક પણ વખત અહીથી ચૂંટણી નથી જીત્યું. કોંગ્રેસ સતત 10 વખત અહીથી ચૂંટણી હાર્યું છે. 35 વર્ષથી ભાજપ આ બેઠક પરથી નેતૃત્વ કરે છે. ત્યારે હવે આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ચૂંટણીના મેદાને ઉતર્યા છે. બીજી તરફ આ બેઠક પર છોટુ વસાવાની નજર છે.  તેમણે પોતાના પુત્ર દિલીપ વસાવાને મેદાને ઉતાર્યા છે. 

મનસુખ વસાવાનો આ બેઠક પર દબદબો
 આ બેઠક પર અહેમદ પટેલને વર્ષે 1989 ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા. તે સતત ચાર વખત ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ વર્ષ 1998માં આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાનાને મેદાને ઉતાર્યા હતા.  અને તેમણે આ બેઠક પોતાના નામે કરી છે. અનેક વખત પક્ષને સામે જનાર મનસુખ  વસાવાને આ બેઠક પર ઉમેદવાર ભાજપે ફરી એક વાર બનાવ્યા છે. મનસુખ વસાવા આ બેઠક પર વર્ષ  1998, 1999, 2004, 2009, 2014, 2019 એમ  છ વખત ચૂંટણી જીતી ચૂક્યા છે.

ભરૂચ લોકસભા બેઠકનો વિસ્તાર
ભરૂચ લોકસભા મતવિસ્તાર એ ગુજરાત રાજ્યના 26 લોકસભા (સંસદીય) મતવિસ્તારો પૈકીનો એક છે. તે સામાન્ય શ્રેણીની સંસદીય બેઠક છે. તેમાં સમગ્ર ભરૂચ જિલ્લાનો સમાવેશ થાય છે અને નર્મદા જિલ્લાનો ભાગ અને વડોદરા જિલ્લાનો ભાગનો પણ સમાવેશ થાય છે.  ભરૂચ લોકસભા બેઠક પર નજર કરવામાં આવે તો ભરૂચ લોકસભા બેઠક હેઠળ કરજણ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર વિધાનસભાની બેઠકનો સમાવેશ થાય છે.

વિધાનસભાનું સમીકરણ
2022ની વિધાનસભાની  ચૂંટણીમાં  એટલે કે કરજણ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વરમાં આ 7 બેઠકોના મત પર નજર કરવામાં આવે તો આ સાત વિધાનસભાની બેઠકમાં BJPને કુલ 6,16,461 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 3,19,131 મત મળ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીને 154,954 મત મળ્યા છે. જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન આ બેઠક પર ચૂંટણી લડે તો ભાજપને ટક્કર આપી શકે છે. વર્ષ 2022ની ચૂંટણી મુજબ જોવા જઈએ તો 1,40,000થી વધુ મતનો તફાવત રહે છે.

કરજણ બેઠક પર ભાજપના ધારાસભ્ય  અક્ષય પટેલ  વિજેતા થયા હતા
દેડિયાપાડા બેઠક પર આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વિજેતા થયા હતા. જેમને આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક માટે મેદાને ઉતાર્યા છે.
જંબુસર બેઠક પર ભાજપના ઉમેદવાર દેવકિશોરદાસની વિજેતા હતા.
વાગ્રા બેઠક પર ભાજપના ઉમેદવાર અરુણસિંહ વિજેતા થયા હતા.
ઝગડિયા બેઠક પર ભાજપના રીતેશકુમાર વસાવા વિજેતા થયા હતા.
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશભાઈ મિસ્ત્રી વિજેતા થયા હતા.
અંકલેશ્વર બેઠક પર ભાજપના ઈશ્વરભાઈ પટેલ વિજેતા થયા હતા.

વૉટશેર
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર 26.8 ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર 51.7 ટકા હતો
વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર 29.3 ટકા જ્યારે ભાજપનો વૉટશેર 46.6 ટકા હતો.
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર 37.3 ટકા જ્યારે ભાજપનો વૉટશેર 46 ટકા હતો
આ સાથે જો લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો 2009ની ચૂંટણીમાં કોંગ્રેસનો વૉટશેર 37.9 ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર 41.5 ટકા હતો. ત્યાર બાદ વર્ષ 2014ની ચૂંટણીની વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વૉટશેર 37.3 ટકા હતો. જ્યારે ભાજપનો વૉટશેર 51.8 ટકા હતો. ત્યાર બાદ વર્ષ 2019ની ચૂંટણીની જો  વાત કરવામાં આવે તો કોંગ્રેસનો વૉટશેર 26.6 ટકા હતો જ્યારે ભાજપનો વૉટશેર 55.8 ટકા હતો.  

છોટુ વસાવા મહત્વના પુરવાર થઈ શકે છે
BTP નેતા છોટુ વસાવા આ બેઠક પર રાજકીય સમીકરણ બગાડી શકે છે. ઝગડિયા બેઠક પર ભલે છોટુ વસાવા વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી હાર્યા હોય પરંતુ આ વિસ્તારમાં તેમનો દબદબો રહ્યો છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર MLA ચૈતર વસાવા પણ છોટુ વસાવાના શિષ્ય માનવામાં આવે છે.  2019 લોકસભા ચૂંટણીમાં મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર શેરખાન અબ્દુલશકુર પઠાણને 3,34,214 મતોથી હરાવ્યા હતા. તે ચૂંટણીમાં ઝગરીયાના ધારાસભ્ય છોટુ વસાવાને 1,44,083 મત મળ્યા હતા. આ મુજબ  કોંગ્રેસ અને AAPનો સંયુક્ત ઉમેદવાર ચૂંટણી લડશે તો છોટુ વસાવા એક મોટું પરિબળ બની રહેશે. આ સથે જ સાથે ભાજપ વિરોધી મતોનું ધ્રુવીકરણ થશે તો પાંચ લાખ મતોથી જીતવાનો ભાજપનો લક્ષ્યાંક જોખમાઈ શકે છે. પરંતુ હવે આ બેઠક પર છોટુ વસાવા સાથે AIMIM પણ ચૂંટણીના મેદાને જોવા મળશે.

જાણો કોનો છે આ બેઠક પર દબદબો
અંદાજિત આ બેઠક પર વસાવાના 30 ટકા જેટલા મત છે. આ ઉપરાંત પટેલના 11.9 ટકા જેટલા મત છે. જ્યારે મુસ્લિમ મતોની વાત કરવામાં આવે તો આ બેઠક પર મુસ્લિમ સમાજના 9.5 ટકા મત છે. 

કોનું પલડું ભારે 
વર્ષ 1957- કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રશંકર  ભટ્ટ વિજેતા થયા 
વર્ષ 1962- કોંગ્રેસના ઉમેદવાર છોટુભાઈ પટેલ વિજેતા થયા 
વર્ષ 1967- કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી રાણા વિજેતા થયા 
વર્ષ 1971- કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી રાણા વિજેતા થયા 
વર્ષ 1977- કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા 
વર્ષ 1980 - કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા 
વર્ષ 1984 - કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા 
વર્ષ 1989 - ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
વર્ષ 1991 - ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા  
વર્ષ 1996 - ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા
વર્ષ 1998 - ભાજપના ઉમેદવાર ચંદુભાઈ દેશમુખ વિજેતા થયા  
પેટા ચૂંટણી વર્ષ 1998 - ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા 
વર્ષ 1999- ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા   
વર્ષ 2004- ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા   
વર્ષ 2009- ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા   
વર્ષ 2014- ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા   
વર્ષ 2019- ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા વિજેતા થયા

જામશે જંગ 
લોકસભાની ચૂંટણીને લઈને ભરૂચ બેઠક પર શરૂઆતથી જ હાઇ વૉલ્ટેજ ડ્રામા શરૂ થઈ ચૂક્યો હતો. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા એવી અટકળો હતી કે વર્તમાન સાંસદ મનસુખ વસાવાનું પત્તું કપાઈ શકે છે. પરંતુ ભાજપે તેમને રિપીટ કર્યા. આ બેઠક પરથી કોંગ્રેસ તરફથી અહેમદ પટેલની પુત્ર ફેઝલ પટેલ અથવા મુમતાઝ પટેલ ચૂંટણી લડે તેવી શક્યતાઓ હતી. બંને એ તૈયારીઓ પણ કરી દીધી હતી.  ત્યારે લોકસભાની ચૂંટણીને ને લઈ I.N.D.I.A. ગઠબંધન હેઠળ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને સોંપવામાં આવી. ત્યારે હવે આ બેઠકલ માટે છોટુ વસાવાએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. 

આ બેઠક પરથી ભાજપે મનસુખ વસાવાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે.  વખતે છોટુ વસાવા નહીં, પણ તેમના નાના પુત્ર દિલીપ વસાવા BAP તરફથી ચૂંટણી લડશે.  

સાંસદનું રિપોર્ટ કાર્ડ 
મનસુખ વસાવા  ભરૂચ બેઠક  પરથી ચૂંટણી જીત્યા હતા.  5 વર્ષ દરમિયાન 82 ટકા સાંસદમાં હાજરી આપી છે. આ સાથે તેમણે 128 સવાલો પૂછ્યા છે.  

 આ ઉમેદવારો છે મેદાને 
1 ચૈતરભાઈ વસાવા-આમ આદમી પાર્ટી
2 મનસુખભાઈ વસાવા-ભાજપા
3 ચેતનભાઈ વસાવા-બસપા
4 ગીતાબેન માછી-માલવા કોંગ્રેસ
5 દિલીપભાઈ વસાવા-ભારત આદિવાસી પાર્ટી
6 ઈસ્માઈલ અહમદ પટેલ- અપક્ષ
7 ધર્મેન્દ્રકુમાર વસાવા- અપક્ષ
8 નવીનભાઈ પટેલ- અપક્ષ
9 નારાયણભાઈ રાવલ- અપક્ષ
10 આબિદબેગ મિર્ઝા- અપક્ષ
11 મિતેશ પઢિયાર- અપક્ષ
12 યુસુફ વલી હસનાલી- અપક્ષ
13 સાજિદ મુનશી- અપક્ષ

Recent Posts

હંસલ મહેતાની સ્કેમ 2010 સીરિઝને લઈ સહારા કરી શકે છે કાનૂની કાર્યવાહી, જાણો શું છે મામલો

બિભવ કુમારની ધરપકડ પર પહેલીવાર કેજરીવાલનું નિવેદન આવ્યું સામે, કાલે જશે BJP હેડક્વાટર

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી