Loksabha Election 2024: મહેસાણા બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનો ઇતિહાસ અને સમીકરણ

મહેસાણા બેઠક પર પાટીદાર બાદ સૌથી વધારે મતો ઠાકોર સમાજના હોવા છતાં છેલ્લા 26 વર્ષથી આ બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ ખેલાતો હતો. 26 વર્ષ બાદ આ બેઠક પર હવે કોંગ્રેસે અહીં નવી રણનીતિ અપનાવી છે.

image
X
ગુજરાતમાં સૌથી મહત્વની સીટ અને મહત્વના રાજકારણની શરૂઆત મહેસાણા જિલ્લામાં થઈ હતી. મહેસાણા એ પટેલ સમાજનો ગઢવામાં આવે છે,પટેલ સમાજનુ પ્રભુત્વ મહેસાણા જિલ્લામાં  છે. બીજી તરફ ઓબીસી સમાજની વસ્તી પણ વધારે છે. આ બેઠક પર 2024ની ચૂંટણીમાં પાટીદાર સામે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. 

મહેસાણા બેઠક પર પાટીદાર બાદ સૌથી વધારે મતો ઠાકોર સમાજના હોવા છતાં છેલ્લા 26 વર્ષથી આ બેઠક પર પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ ખેલાતો હતો. 26 વર્ષ બાદ આ બેઠક પર હવે કોંગ્રેસે અહીં નવી રણનીતિ અપનાવી છે. વર્ષ 2002ની પેટાચૂંટણીમાં આ બેઠક પર પાટીદાર સામે ઠાકોર ઉમેદવારનો જંગ જામ્યો હતો. કોંગ્રેસે મેદાને ઉતારેલ રામજી ઠાકોર એ પાલવી દરબાર છે. જેઓના મત સૌથી વધારે પાટણમાં છે. 

ઇતિહાસના ઉંબરે 
ચાવડા વંશના મેહસાજી ચાવડાએ મહેસાણાની સ્થાપના કરી હતી. તેમણે શહેરના તોરણનું બાંધકામ કર્યું હતું અને તોરણ માતાનું મંદિર વિક્રમ સંવત 1414  ભાદરવા સુદ દસમ (ઇ.સ. 1358) ના રોજ બંધાવ્યું હતું.મહેસાણા જિલ્લાની નજીકથી કર્કવૃત ૫સા૨ થતુ હોવાથી આ જિલ્લાની આબોહવા વિષમ પ્રકા૨ની જોવા મળે છે. ઉનાળામાં સખત ગ૨મી અને શિયાળામાં સખત ઠંડી ૫ડે છે.

વર્ષ 1977 ની લોકસભાની ચુંટણીમાં સરદાર વલ્લભભાઈ પટેલનાં પુત્રી મણીબેન પટેલ મહેસાણા લોકસભા બેઠક પર ભારતીય લોકદળ(બીએલડી) નાં ઉમેદવાર તરીકે મેદાને ઉતર્યા હતા. મણીબેન પટેલે કોંગ્રેસનાં ઉમેદવાર નટવરલાલ પટેલને 1,22,112 મતોથી હરાવીને વિજેતા બન્યા હતા. 

આ બેઠક પર ભાજપને પાટીદાર પર વધુ ભરોસો !
મહેસાણા લોકસભા બેઠકની વાત કરીએ તો, ભાજપ પક્ષ બન્યો ત્યારથી એટલે કે 1984થી આ બેઠક ઉપર પાટીદારોને જ ટિકિટ આપી છે. 1984થી 2014 સુધીમાં યોજાયેલી નવ ચૂંટણીમાં 7 વાર ભાજપની જીત થઈ છે. આ બેઠક પરથી નીતિન પટેલ પણ હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે. 

વિધાનસભાનું સમીકરણ 
 મહેસાણા લોકસભા બેઠક કુલ 7 વિધાનસભા મત વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં ગાંધીનગર જિલ્લાની માણસા વિધાનસભા ઉપરાંત મહેસાણાની વિસનગર, ઊંઝા, કડી, બેચરાજી, વિજાપુર અને મહેસાણા વિધાનસભા મતવિસ્તાર સામેલ છે.  વિજાપુર બેઠકને બાદ કરતાં તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. વિજાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડા જીત્યા હતા.  જોકે સી જે ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડી અને ભાજપમાં જોડાય છે. ત્યારે  આ બેઠક પર ભાજપે સી જે ચાવડાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ આ બેઠક પર કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે.

માણસા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જયંતીભાઈ પેટેલ વિજેતા થયા  
ઊંઝા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કીરીટકુમાર પેટેલ વિજેતા થયા
બેચરાજી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોર વિજેતા થયા
મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ વિજેતા થયા
 કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કરશનભાઇ સોલંકી વિજેતા થયા
વિજાપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સી જે ચાવડા વિજેતા થયા
વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ વિજેતા થયા

વર્તમાન સાંસદે ચૂંટણી લડવાથી કર્યો હતો ઇનકાર 
મહેસાણા લોકસભા સીટ પરથી  વર્તમાન સાંસદ શારદાબેન પટેલે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. શારદાબેન પટેલે લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કરતા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવો ચહેરો મેદાને ઉતાર્યો છે. 

નીતિન પટેલે નોંધાવી હતી દાવેદારી 
મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે પહેલા દાવેદારી નોંધાવી હતી. બીજી તરફ થોડા જ સમયમાં ફેસબુક પર એક  પોસ્ટ મૂકી હતી જએ ખૂબ ચર્ચામાં હતી. પોસ્ટ હતી દાવેદારી પછી ખેચવા અંગેની હતી. પોસ્ટમાં લખ્યું હતું કે,   મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોંધાવી હતી. ગઇકાલએ રાજ્યની 15 લોકસભા સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજી ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી પરત ખેંચું છું અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વે કાર્યકરો, સર્વે શુભેચ્છકો અને સર્વ સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.

જાણો જ્ઞાતીનું સમીકરણ 
મહેસાણા બેઠક પર પાટીદાર સમાજના મતદારો વધુ છે.અંદાજે 22 ટકાથી વધુ મતદાર પાટીદાર સમાજના છે. બીજી તરફ ઠાકોર સમાજના મતદાર પણ આ બેઠક પર વધુ અંદાજે 15 ટકાથી વધુ મતદારો છે. જ્યારે 12 ટકા થી વધુ સવર્ણો મતદાર છે. બાકી ક્ષત્રિય, ચૌધરી, મુસ્લિમ અને દલિત સમાજના મત પણ આ બેઠક પર નિર્ણાયક સાબિત થયા છે. 

વોટશેર 
2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35.3 ટકા વોટ મળ્યા હતા. બીજી તરફ ભાજપને 61.7 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 36.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 57.9 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 45.2 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 48.3 ટકા વોટ મળ્યા હતા. 
વિધાનસભાની ચૂંટણીમાં 2012માં કોંગ્રેસને 38.6 ટકા મત મળ્યા હતા. ભાજપને 49.2 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2017ની ચૂંટણીમાં  કોંગ્રેસને 47.9 ટકા મત મળ્યા હતા. ભાજપને 46.4 ટકા વોટ મળ્યા હતા. 


કોનું પલડું ભારે 
1952- કોંગ્રેસના ઉમેદવાર  તુલશીદાસ કિલાચંદ   મહેસાણા (પશ્ચિમ) 
1952- કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ ગિરધરલાલ પરીખ (મહેસાણા (પૂર્વ)
1957-  સ્વતંત્ર પક્ષના ઉમેદવાર પરષોત્તમદાસ પટેલ વિજેતા થયા 
1962-  કોંગ્રેસના ઉમેદવાર  માનસિંહ પૃથ્વીરાજ પટેલ વિજેતા થયા 
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર   આરજે અમીન  વિજેતા થયા
1971 -કોંગ્રેસ (ઓ)ના ઉમેદવાર નટવરલાલ અમૃતલાલ પટેલ વિજેતા થયા
1977- ભારતીય લોક દળના ઉમેદવાર મણીબેન વલ્લભભાઈ પટેલ વિજેતા થયા
1980- જનતા પાર્ટીના ઉમેદવાર મોતીભાઈ ચૌધરી વિજેતા થયા 
1984- ભાજપના ઉમેદવાર એ.કે.પટેલ વિજેતા થયા 
1989-  ભાજપના ઉમેદવાર એ.કે.પટેલ વિજેતા થયા
1991-  ભાજપના ઉમેદવાર એ.કે.પટેલ વિજેતા થયા
1996-  ભાજપના ઉમેદવાર એ.કે.પટેલ વિજેતા થયા
1998-  ભાજપના ઉમેદવાર એ.કે.પટેલ વિજેતા થયા
1999- કોંગ્રેસના ઉમેદવાર આત્મારામ પટેલ વિજેતા થયા
2002- પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પૂંજાજી ઠાકોર વિજેતા થયા 
2004- કોંગ્રેસના ઉમેદવાર જીવાભાઇ પટેલ વિજેતા થયા 
2009- ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ વિજેતા થયા  
2014- ભાજપના ઉમેદવાર જયશ્રીબેન પટેલ વિજેતા થયા
2019-  ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલ વિજેતા થયા  

જાણો કેમ યોજાઇ પેટા ચૂંટણી 
 વર્ષ 1999માં આ બેઠક પરથી જીતેલા કોંગ્રેસના ઉમેદવાર આત્મારામભાઇ પટેલનું નિધન થતાં વર્ષ 2002ના ડિસેમ્બર મહિનામાં પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં આ બેઠક કોંગ્રેસે ગુમાવી દીધી અને ભાજપના પૂંજાજી ઠાકોરની જીત થઈ હતી.

અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ દેશમાં સૌ પ્રથમવાર 1951માં લોકસભાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી આ મહેસાણા બેઠક માટે 18 વખત સામાન્ય ચૂંટણી તેમજ એક વખતે પેટા ચૂંટણી યોજાઇ છે.  આ બેઠક ભાજપનો ગઢ બની છે. પરંતુ આ બેઠક પર ભાજપના દિગાજ નેતા નીતિન પટેલે પણ હારનો સ્વાદ ચાખ્યો છે. 

ભાજપ માટે આ માટે છે ખાસ બેઠક 
વર્ષ 1980માં ભાજપની સ્થાપના થઇ અને વર્ષ 1984માં ભાજપ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી. વર્ષ 1984ની ચૂંટણીમાં ભાજપે બે બેઠક પર ચૂંટણી જીતી હતી બીજી બેઠક હતી હનામકોંડા.  1984 માં ભાજપે સંયુક્ત આંધ્ર પ્રદેશની હનામકોંડા સીટથી ચૂંટણી જીતી હતી. હનામકોંડા સીટ પર ભાજપ કે સી જાંગલા રેડ્ડીએ પીવી નરસિમ્હા રાવને 54198 મતથી ચૂંટણીમાં હરાવ્યા હતા. રાવ તે સમયે ભારતના વિદેશ મંત્રી હતા.2008ના પરિસીમનમાં હનામકોંડા સીટને ખતમ કરી દેવામાં આવી હતી. તેનો ભાગ વારંગલમાં જતો રહ્યો હતો. વારંગલ લોકસભા સીટ વર્તમાનમાં દક્ષિણના તેલંગણા રાજ્યમાં છે.

જાણો ઉમેદવાર અંગે 
ભાજપના ઉમેદવાર 
હરી પટેલ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે.ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા છે. હેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ હતુ.

જાણો કોંગ્રેસના ઉમેદવારને 
કોંગ્રેસે મહેસાણા બેઠક પર સમીકરણ બદલ્યું છે. પાટીદાર ઉમેદવાર સામે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતાર્યો છે. મહેસાણા તાલુકાના તળેટી ગામે રહેતા રામજી ભાઈ ઠાકોરનો જન્મ 2 જૂન 1972 માં થતો છે.  ત્યારે તેમણે ધોરણ 12 અભ્યાસ કરેલ છે અને તે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. 

રાજકીય સફર 
 2007માં તળેટી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા હતા.  છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસના કાર્યકર તરીકે કાર્યરત રામજી ઠાકોર 2017માં કોંગ્રેસ પક્ષ તરફથી ખેરાલુ વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. બજી તરફ 2018માં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રભારી તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે. વર્ષ  2022માં પણ કોંગ્રેસ ખેરાલુ વિધાનસભાની જવાબદારી સોંપી હતી 

Recent Posts

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત