Loksabha Election 2024: ગેનીબેન ઠાકોર ફરી એક વાર પોલીસ પર લાલઘૂમ થયા, કહ્યું- તમારા આકા...

બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એક વખત પોલીસ તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે જાહેરમાં કહ્યું કે પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. જો પોલીસવાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી.

image
X
રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. એક બાદ એક બેઠકો પર હવે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે બનાસકાંઠાથી કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આડેહાથ લીધા છે. તેમણે કહ્યું  જો પોલીસવાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી.  

બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફરી એક વખત પોલીસ તંત્ર સામે લાલ આંખ કરી છે. તેમણે જાહેરમાં કહ્યું કે  પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરી રહી છે તો જેના ઉપર પોલીસના ફોન આવે એ નંબરો રાખજો. હું પોલીસને કહું છું કે તમારું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન શું લેવા એ તમારી જવાબદારી છે. કોઈ કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને એનું કલેક્શન કરવાની અને ધાક ધમકી આપવાની જરૂર તમારે નથી. અમારા મતદારો બેઠા છે તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. એમાં કોઈ થવાનું નથી. જો પોલીસવાળા ગામમાં આવીને દમ દાટી આપતા હોય તો એમને કહેજો આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી. 
પોલીસને આપી ધમકી!
 ગેનીબેન ઠાકોરે કહ્યું કે, 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ નોકરીએ મુકવાની વાત કરશે, તમને ફુલાવશે. પણ નોકરી તમારે 58 વર્ષ સુધી કરવાની છે. તમને પગાર કોઈ ભાજપ નથી આપતી તમને પ્રજાના પરસેવાનો પગાર મળે છે લોકોના ટેક્ષના પૈસાનો પગાર મળે છે. અમે ગાંધીજી વિચારધારા વાળા છીએ કાયદાને સન્માન આપીએ છીએ તો પણ તમે કાયદાનું ભંગ કરીને કોઈને દબાવવાનો પ્રયાસ કરશો તો તમે જેવા છો એવા અમને થતાં વાર લાગશે નહિ.  

Recent Posts

Loksabha Election 2024: ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 8889 કરોડ રૂપિયાની વસ્તુઓ અને રોકડ કર્યા જપ્ત

Loksabha Election 2024: INDIA Alliance દેશને બરબાદ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

આજનું પંચાંગ/ 19 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ

અંક જ્યોતિષ/ 19 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

Loksabha Election 2024: પાંચમા તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત, 20 મેના રોજ 49 લોકસભા બેઠકો પર થશે મતદાન

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - મદરેસાનો સર્વે શા માટે? | LIVE | tv13 Gujarati

ત્રીજી વાર મોદી સરકાર બની તો આ શેર કરી દેશે માલામાલ; મળી શકે છે મજબૂત વળતર

સિંગાપોરમાં વધ્યું કોરોનાનું સંક્રમણ, સરકાર આવી એક્શન મોડમાં

હંસલ મહેતાની સ્કેમ 2010 સીરિઝને લઈ સહારા કરી શકે છે કાનૂની કાર્યવાહી, જાણો શું છે મામલો