Loksabha Election 2024: રાહુલ- પ્રિયંકા ગાંધી આવશે ગુજરાતના પ્રવાસે, જાણો કાર્યક્રમ

હવે ચૂંટણીને લઈને દિલ્હીની ટીમના ગુજરાતમાં પ્રવાસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં સભા ગજાવશે. 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધશે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે.

image
X
રાહુલ ત્રિવેદી, અમદાવાદ/ લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન હવે ચૂંટણીને લઈને દિલ્હીની ટીમના ગુજરાતમાં પ્રવાસ સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં સભા ગજાવશે.  27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધશે. ત્યારે બીજી તરફ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવશે. 

પ્રિયંકા ગાંધી લાંબા સમય બાદ ગુજરાતમાં કોંગ્રેસ માટે પ્રચાર કરશે. લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે  પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધશે. વિઘાનસભાની ચૂંટણી સમયે હાઈકમાન્ડમાંથી રાહુલ કે પ્રિયંકાએ ગુજરાત આવવાનું ટાળ્યું હતું પણ 5 વર્ષ બાદ પ્રિયંકા વલસાડમાં આવી રહ્યાં છે.  પ્રિયંકા ગાંધી રેલીમાં સવારે 10 વાગે ગુજરાત પહોંચશે.

રાહુલ ગાંધી 29 એપ્રિલે કરશે સભા 
ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતમાં 26 એપ્રિલથી ધામા નાંખશે. 27 એપ્રીલે પ્રીયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે  28 એપ્રીલે અભિષેક મનુ સિંધવી ગુજરાતમાં પ્રેસ કરશે. 29 એપ્રીલે રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને  સંબોધન કરશે.  

કનૈયા કુમાર પણ ગુજરાતમાં કરશે જાહેરસભા 
આ સાથે અલકા લાંબા પણ ગુજરાતમાં પ્રચાર કરી અને મત માટે અપીલ કરશે. પવન ખેરા , સુપ્રીયા શ્રિનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધશે. ભુપેશ બઘેલ , અશોક ગહેલોત અને રેવંતા રેડીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા નેતા કનૈયા કુમાર ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તેવુ કોંગ્રેસનુ આયોજન કરવામાં આવ્યું છે. 
7 મેના રોજ 25 બેઠકો પર મતદાન થશે
2014 પહેલાં આ સીટ કોંગ્રેસ પાસે હતી. છેલ્લી બે ચૂંટણીથી ભાજપનો કબજો છે. અત્યાર સુધી અહીંથી ભાજપના નેતા કેસી પટેલ સાંસદ હતા. પાર્ટીએ આ વખતે યુવા નેતા ધવલ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2019માં ભાજપે આ સીટ પર 3.53 લાખ વોટથી જીત મેળવી હતી. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં 23 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પાર્ટીએ આમ આદમી પાર્ટી માટે બે સીટો છોડી છે. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ગુજરાતમાં 25 બેઠકો માટે 266 ઉમેદવારો મેદાનમાં છે.

Recent Posts

CSKvsRCB: 219 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈના 6 ઓવરમાં 2 વિકેટે 58 રન

Loksabha Election 2024: INDIA Alliance આ લોકસભા ચૂંટણીમાં 300 સીટો જીતશે: તેજસ્વી યાદવ

ગાઝા સાથે હિઝબુલ્લાના બેઝ પર ઇઝરાયલની સેનાએ મચાવી તબાહી, જોવા મળ્યા ભયાનક દ્રશ્યો

આજનું રાશિફળ/ 19 મે 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એન વાઘુલનું અવસાન, બદલી નાખી હતી ICICI બેંકની તસવીર

RCB VS CSK: મહત્વની મેચમાં બેંગલોરની રોયલ બેટિંગ; ચેન્નાઈને જીતવા 219 રનનો ટાર્ગેટ

Loksabha Election 2024: ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 8889 કરોડ રૂપિયાની વસ્તુઓ અને રોકડ કર્યા જપ્ત

Loksabha Election 2024: INDIA Alliance દેશને બરબાદ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

આજનું પંચાંગ/ 19 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ