Loksabha Election 2024: સાબરકાંઠા બેઠક પર વિવાદ વચ્ચે જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ અને ઇતિહાસ

સાબરકાંઠા બેઠક નેશનલ લેવલે આગવું વર્ચસ્વ ધરાવે છે. આ બેઠક પર પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ચૂંટણી લડી ચૂક્યા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય સમીકરણ તૈયાર થઈ રહ્યા છે. ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. આ દરમિયાન ચૂંટણી ટાણે નેતાઓની નારાજગી સામે આવી રહી છે. આમ લોકસભાની સામાન્ય ચૂંટણી હવે વિરોધના વંટોળ વચ્ચે આગળ વધી રહી છે. સાબરકાંઠા બેઠક નેશનલ લેવલે આગવું વર્ચસ્વ ધરાવે છે. આ બેઠક પર પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ચૂંટણી લડી ચૂક્યા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણીબેન પણ ચૂંટણી લડી ચૂક્યા છે. ત્યારે વર્ષ 2024ની ચૂંટણીમાં આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે. 

આ બેઠક પર ભાજપે પોતાના ઉમેદવાર ભીખાજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા. જો કે તેમને ચૂંટણી લડવાથી ઇનકાર કરતાં તેમના સ્થાને ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. પરંતુ હવે આ બેઠક પર વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ભીખાજી ઠાકોરના સમર્થકોએ ખૂબ વિરોધ કર્યો હતો. જોકે ચૂંટણીને લઈને ભાજપ આ વિરોધ ડામવા મેદાને છે. ત્યારે કોંગ્રેસે આ બેઠક માટે ડૉ. તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે ભાજપ પોતાના ઉમેદવારને લઈને થયેલા વિરોધ વચ્ચે કઈ રીતે જીતે છે. બીજી તરફ કોંગ્રેસ પોતાની બેઠક કઈ રીતે પરત મેળવે છે.       

સાબરકાંઠા લોકસભા બેઠક એક પ્રકારે ખાસ માનવામાં આવે છે. આ બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી. જેમાં કોંગ્રેસમાંથી ગુલઝારીલાલ નંદા ઉમેદવારી કરી હતી. તેમની સામે હિંમતનગરના મહારાજા હિંમતસિંહ દોલતસિંહ ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અને દેશન પૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા વિજેતા બન્યા હતા.

ગુરઝારીલાલ નંદા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી સતત ત્રણ વાર જીત મેળવી હતી. વર્ષ 1951 થી વર્ષ 1962 સુધી તેઓ સાબરકાંઠા લોકસભાના સાંસદ રહ્યા હતા. ગુલઝારીલાલ નંદા અર્થશાસ્ત્રી પણ હતા. તેઓ શ્રમિકોના મુદ્દા પર વિશેષ કામ કર્યુ છે. વર્ષ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ 13 દિવસના કાર્યકાળ માટે ભારતના વડાપ્રધાન રહ્યા હતા.  વર્ષ 1997માં ગુરઝારીલાલ નંદાને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુરઝારીલાલ નંદા વર્ષ 1962-1963માં કેન્દ્રમાં શ્રમ અને રોજગાર મંત્રી અને 1963-1966માં ગૃહમંત્રી હતા.

જાણો વિધાનસભા બેઠકનું સમીકરણ 
લોકસભાની ચૂંટણી જીતવા માટે ઘણા પરિબળ કામ કરતા હોય છે. જેમાંનું એક પરિબળ વિધાનસભા બેઠક પણ છે. વિધાનસભાના ધારાસભ્યની મહેનત પણ લોકસભામાં રંગ લાવતી હોય છે. આ દરમિયાન સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળ 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. હિમતનગર, ઇડર, ખેડબ્રમ્હા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતિજ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.  હાલમાં ભાજપ પાસે 4 બેઠક જ્યારે કોંગ્રેસ પાસે એક બેઠક અને અપક્ષ પાસે એક બેઠક છે. 

વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી 
હિંમતનગર બેઠક પર કોંગ્રેસને 89932 મત મળ્યા હતા જ્યારે ભાજપને 98792 મત મળ્યા હતા 
ઇડર બેઠક પર કોંગ્રેસને 74481 મત મળ્યા હતા જ્યારે ભાજપને 113921 મત મળ્યા હતા
ખેડબ્રમ્હા  બેઠક પર કોંગ્રેસને 67349 મત મળ્યા હતા જ્યારે ભાજપને 65685 મત મળ્યા હતા
ભિલોડા બેઠક પર કોંગ્રેસને 42831 મત મળ્યા હતા જ્યારે ભાજપને 90396 મત મળ્યા હતા
મોડાસા બેઠક પર કોંગ્રેસને 63687 મત મળ્યા હતા જ્યારે ભાજપને 98475 મત મળ્યા હતા
બાયડ બેઠક પર કોંગ્રેસને 29874 મત મળ્યા હતા જ્યારે ભાજપને 61260 મત મળ્યા હતા અપક્ષને 67078 મત મળ્યા હતા
પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસને 40702 મત મળ્યા હતા જ્યારે ભાજપને 105324 મત મળ્યા હતા

સાબરકાંઠા લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકના વોટશેર પર નજર
વર્ષ 2012ની  વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 50.7 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 37.9 ટકા મત મળ્યા 
વર્ષ 2017ની  વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47.2 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 46.1 ટકા મત મળ્યા 
વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 29.9 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 46.4 ટકા મત મળ્યા 

લોકસભા બેઠક
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 35.7 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 57.9 ટકા મત મળ્યા 
વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 42.6 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 50.6 ટકા મત મળ્યા 
વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 344.6 ટકા મત મળ્યા જ્યારે ભાજપને 47 ટકા મત મળ્યા 

સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી પણ આ બેઠક પરથી ચૂંટણી લડ્યા  
 દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના પુત્રી મણીબહેન પટેલ પણ  સાબરકાંઠા બેઠક પરથી 1973માં કોગ્રેસ ચૂંટણીના મેદાને ઉતરી વિજેતા થયા હતા. સાબરકાંઠા લોકસભા બેઠક પર કોગ્રેસનો દબદબો 1951 થી લઇને 1973 સુધી રહ્યો. જો કે 1977માં પ્રથમ વખત જનતા પાર્ટીમાંથી એચ.એમ.પટેલ વિજેતા બન્યા અને તેઓ કેન્દ્ર સરકારમાં મંત્રી પણ બન્યા હતા.

વર્ષ 1951ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર  ગુલઝારીલાલ નંદા વિજેતા થયા હતા   
વર્ષ 1957ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર  ગુલઝારીલાલ નંદા વિજેતા થયા હતા  
વર્ષ 1962ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર  ગુલઝારીલાલ નંદા વિજેતા થયા હતા  
વર્ષ 1967ની ચૂંટણીમાં સ્વતંત્ર પાર્ટીના ઉમેદવાર  ચંદુલાલ ચુનીલાલ દેસાઇ  વિજેતા થયા હતા  
વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસ(ઓ)ના ઉમેદવાર ચંદુલાલ ચુનીલાલ દેસાઇ  વિજેતા થયા હતા  
વર્ષ 1973ની ચૂંટણીમાં કોંગ્રેસ(ઓ)ના ઉમેદવાર મણીબેન પટેલ વિજેતા થયા 
વર્ષ 1977ની ચૂંટણીમાં જનતા પાર્ટીના ઉમેદવાર  હીરૂભાઈ મૂળજીભાઈ પટેલ વિજેતા થયા 
વર્ષ 1980ની ચૂંટણીમાં કોંગ્રેસ (આઈ)ના ઉમેદવાર શાંતુભાઈ પટેલ વિજેતા થયા 
વર્ષ 1984ની ચૂંટણીમાં જનતા પાર્ટીના ઉમેદવાર  હીરૂભાઈ મૂળજીભાઈ પટેલ વિજેતા થયા 
વર્ષ 1989ની ચૂંટણીમાં   જનતા પાર્ટીના ઉમેદવાર મગનભાઇ પટેલ વિજેતા થયા 
વર્ષ 1991ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ ત્રિવેદી વિજેતા થયા 
વર્ષ 1996ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિશા ચૌધરી વિજેતા થયા 
વર્ષ 1998ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિશા ચૌધરી વિજેતા થયા 
વર્ષ 1999ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિશા ચૌધરી વિજેતા થયા 
વર્ષ 2001ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી વિજેતા થયા 
વર્ષ 2004ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મધુસૂદન મિસ્ત્રી વિજેતા થયા 
વર્ષ 2009ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રસિંહ ચૌહાણ  વિજેતા થયા 
વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ વિજેતા થયા 
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દીપસિંહ રાઠોડ વિજેતા થયા 

અરવિંદ ત્રિવેદી પણ ચૂંટણી લડી ચૂક્યા છે 
આઝાદીથી અત્યાર સુધીમાં આ બેઠક પર કુલ 18 ચૂંટણીમાંથી 12 ચૂંટણીમાં કોગ્રેસ વિજેતા બની. જયારે આ બેઠક પર ભાજપનો કબજો પ્રથમવાર 1991માં આવ્યો. રામાયણ સિરિયલથી રાવણ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ ભાજપનું કમળ પ્રથમવાર ખીલાવ્યુ. જો કે પુનઃઆ બેઠક કોગ્રેસના કબજામાં આવી. 

જાણો કોના કોના વચ્ચે જામશે જંગ 
સાબરકાંઠા બેઠક પર ભાજપે પહેલા ભીખાજી  ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે તેમણે ચૂંટણી લડવાની ના કહેતા તેમના સ્થાને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી હતી. સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભીખુજી ઠાકોર જ લોકસભા ચૂંટણી લડે તેવી માગ કરી રહ્યાં છે અને પોતાની નારાજગી પણ ભાજપ કાર્યલય ખાતે દર્શાવી રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસે ડૉ. તુષાર ચૌધરીને ટિકિટ આપી છે.  આ બેઠક પર મતદારોની જો વાત કરવામાં આવે તો 574490 પુરૂષ મતદાર છે જ્યારે  552755 સ્‍ત્રી મતદાર છે તેમજ 46 અન્ય એમ  આ બેઠક પર કુલ 1127291 મતદારો છે.

Recent Posts

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત

આજે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ ફરી 74000ને પાર, આ 5 શેરોમાં તોફાની વધારો

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં લાગી ભીષણ આગ, 9 જીવતા ભૂંજાયા

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

આખરે ગુમ થયેલો સોઢી ઘરે પરત ફર્યો, કહ્યું- ક્યાં અને કેવી રીતે વીતાવ્યા 25 દિવસ

ગાઝામાં ઈઝરાયેલ વધુ આક્રમક બની શકે છે! મૃતદેહ જોઈને યહૂદી દેશ થયો લાલચોળ