Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી. આઝાદી પછી આ બેઠકનું નામ શરૂઆતમાં ઝાલાવાડ હતું. ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી એ સ્થિતિ રહી. ત્યાર બાદ વર્ષ 1962થી આ બેઠકનું નામ સુરેન્દ્રનગર કરવામાં આવ્યું. 1952થી 1962 સુધી સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળતો હતો. વર્ષ 1989ની ચૂંટણીથી ભાજપે પોતાની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી હતી.

image
X
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય સમીકરણ તૈયાર થવા લાગ્યા છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ઉતારી રહ્યા છે. આ દરમિયાન ભાજપે ગુજરાતની 26 બેઠક માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. બીજી તરફ ભાજપે સુરેન્દ્રનગર બેઠક માટે પોતાના સંસદ અને મંત્રી મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કાપી અને ચંદુભાઈ શિહોરાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે. ત્યારે કોંગ્રેસે  આ બેઠક પર ઋત્વિક મકવાણાને મેદાને ઉતાર્યા છે. 

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર સુરેન્દ્રનગર જિલ્લા અને અમદાવાદ જિલ્લાના મતદારો મતદાન કરે છે. આ  લોકસભા બેઠક હેઠળ અમદાવાદ જિલ્લાની વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બીજી તરફ સુરેન્દ્રનગરની 5 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાંગધ્રા બેઠકના લોકો મતદાન કરે છે. આ બેઠકનો સાક્ષરતા દર 66.01 ટકા છે. 

વિધાનસભાનું સમીકરણ 
વિરમગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ વિજેતા થયા 
ધંધુકા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કાળુભાઈ ડાભી વિજેતા થયા  
દસાડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર  પરષોત્તમ પરમાર  વિજેતા થયા 
લીંબડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા વિજેતા થયા 
વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જગદીશભાઇ મકવાણા વિજેતા થયા 
ધાંગધ્રા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ વરમોરા વિજેતા થયા 
ચોટીલા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સામજીભાઈ ચૌહાણ વિજેતા થયા 

સુરેન્દ્રનગર લોકસભા બેઠક હેઠળ આવતી 7 વિધાનસભાની તમામ બેઠકમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. અન્ય રાજકીય પક્ષો આઅ બેઠકો પર નથી ફાવ્યા. ત્યારે જોવાનું રહ્યું કે લોકસભા બેઠક પર ભાજપનું સમીકરણ વિખવા કોંગ્રેસ કોને મેદાને ઉતારે છે. 

વોટશેર પર નજર 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 42.2 ટકા વોટ મળ્યા જ્યારે ભાજપને 41.4 ટકા વોટ મળ્યા હતા 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 34.5 ટકા વોટ મળ્યા જ્યારે ભાજપને 56  ટકા વોટ મળ્યા હતા 
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 33.1 ટકા વોટ મળ્યા જ્યારે ભાજપને 59.1 ટકા વોટ મળ્યા હતા 
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 42.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 48.5 ટકા વોટ મળ્યા 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 47.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 42.9 ટકા વોટ મળ્યા 

ઉમેદવારો 
લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે વર્તમાન સાંસદ અને મંત્રી મહેન્દ્ર મુંજપરાનું પત્તું કાપી અને ચંદુભાઈ શિહોરાને મેદાને ઉતાર્યા છે. બીજી તરફ હજુ કોંગ્રેસે પૂર્વ ધારાસભ્યને મેદાને ઉતાર્યા છે.  જોવાનું રહ્યું કે વારંવાર પક્ષ બદલનાર સોમા ગાંડા અપક્ષ ચૂંટણી લડશે કે પછી કોઈ ઉમેદવારને ટેકો આપે છે. 

પક્ષ કરતાં વ્યક્તિનું વર્ચસ્વ વધુ 
લોકસભાની સુરેન્દ્રનગર બેઠક એટલે પક્ષનું વર્ચસ્વ કરતાં વ્યક્તિનું વર્ચસ્વ વધુ છે. આ બેઠક પર સોમા ગાંડા પટેલ ચાર વખત સાંસદ બન્યા છે. મહત્વનું એ છે કે સોમા ગાંડા પટેલ એક વખત કોંગ્રેસમાંથી ચૂંટાયા છે જ્યારે ત્રણ વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે.  સતત પક્ષ બદલી અને ચૂંટણી લડવા છતાં સોમા ગાંડા ચૂંટણી જિતતા આવ્યા છે. આઅ બેઠક અપર સોમા ગાંડા પટેલે 7 વખત ચૂંટણી લડી છે. જેમાં 4 વખત વિજેતા થયા જ્યારે 3 વખત હારનો સામનો કરવો પડ્યો છે. 

મોદીના મંત્રીને મુકાયા પડતાં 
2017માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ડો. મહેન્દ્ર મુંજપરાનું નામ ધ્રાંગધ્રા બેઠક માટે ઘણું ચર્ચામાં આવ્યું હતું, પરંતુ એ સમયે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. પરંતુ વર્ષ 2019ની ચૂંટણીમાં મહેન્દ્ર મુંજપરા સાંસદ પદે ચૂંટાયા બાદ 2019માં સંસદની આરોગ્ય અને પરિવાર કલ્યાણ અંગેની સ્થાયી સમિતિના સભ્ય, સંસ્કૃતિ અને પ્રવાસન મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય, શિક્ષણ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી. 7 જુલાઈ 2021થી મહેન્દ્ર મુંજપરા મોદી સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય અને આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી બન્યા હતા. ત્યારે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં તેમના સ્થાને ચંદુભાઈ શિહોરાને મેદાને ઉતાર્યા છે

ઇતિહાસના ઉંબરે 
 સુરેન્દ્રનગર લોકસભા બેઠક વર્ષ 1962થી અસ્તિત્વમાં આવી. આઝાદી પછી આ બેઠકનું નામ શરૂઆતમાં ઝાલાવાડ હતું. ત્રણ ચૂંટણી એટલે કે 1957 સુધી એ સ્થિતિ રહી. ત્યાર બાદ વર્ષ 1962થી આ  બેઠકનું નામ સુરેન્દ્રનગર કરવામાં આવ્યું.  1952થી 1962 સુધી સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસનો કબજો જોવા મળતો હતો. વર્ષ 1989ની ચૂંટણીથી ભાજપે પોતાની તાકાત બતાવવાની શરૂઆત કરી દીધી હતી.  

વર્ષ 1977માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પરથી પ્રસિધ્ધ અર્થશાસ્ત્રી આર કે અમીન સાંસદ બન્યા હતા. આર કે અમીન કોંગ્રેસ અને સામ્યવાદી વિરોધીઓના જુદા જુદા પક્ષોના વિલયથી રચવામાં આવેલા જનતા પક્ષના ઉમેદવાર તરીકે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરી હતી.   અને તેમણે સુરેન્દ્ર નગર બેઠક પરથી ચૂંટણી જીતી હતી. 

જાણો કોનું પલડું ભારે 
1962- કોંગ્રેસના ઉમેદવાર  ઘનશ્યામભાઇ છોટાભાઇ ઓઝા  વિજેતા થયા 
 1967 SWAના ઉમેદવાર  મેધરાજજી   વિજેતા થયા 
1971-કોંગ્રેસના ઉમેદવાર  રસિકલાલ પરીખ વિજેતા થયા 
1977  BLDના ઉમેદવાર  આર.કે. અમીન વિજેતા થયા 
1980- કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા વિજેતા થયા 
1984- કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલા વિજેતા થયા 
1989 ભાજપના ઉમેદવાર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ વિજેતા થયા 
1991 ભાજપના ઉમેદવાર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ વિજેતા થયા 
1996 કોંગ્રેસના ઉમેદવાર સનત મહેતા વિજેતા થયા 
1998 ભાજપના ઉમેદવાર ભાવનાબેન દવે વિજેતા થયા 
1999 કોંગ્રેસના ઉમેદવાર સવશીભાઇ મકવાણા વિજેતા થયા
2004ભાજપના ઉમેદવાર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ વિજેતા થયા 
 2009 કોંગ્રેસના ઉમેદવાર સોમાભાઇ ગાંડાભાઇ પટેલ  વિજેતા થયા  
2014 ભાજપના ઉમેદવાર  દેવજીભાઇ ફતેપરા વિજેતા થયા 
2019 ભાજપના ઉમેદવાર  મહેન્દ્રભાઇ મુજપરા વિજેતા થયા 

Recent Posts

ભાવનગરમાં બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ

ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિના સન્માનમાં આજે ભારતમાં રાષ્ટ્રીય શોક

વડાપ્રધાન આજે પોતાના મતવિસ્તારમાં એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે; વારાણસીમાં જોવા મળશે મિની ઈન્ડિયા