Election 2024: વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે ADR રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કોણ છે સંપત્તિ મામલે અવલ્લ

વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર સૈયદ કાદરી પાસે છે સૌથી ઓછી સંપત્તિ. તેમની પાસે 26,992 રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા સ્થાને પણ વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષદકુમાર ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 30,000 છે.

image
X
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે પેટા ચૂંટણીને લઈને ADR રિપોર્ટ સામે આવ્યો છે. કુલ 5 બેઠકો પર 24 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 23 ઉમેદવારનું એનાલિસિસ થયું છે. જેમાંથી 6 ઉમેદવાર પર ફોજદારી કેસ જેમાંથી 2 ઉમેદવાર પર ગંભીર ગુના દાખલ છે. એટલે કે વિધાનસભાની પેટા ચૂંટણી લડતા 26 ટકા ઉમેદવાર પર ફોજદારી કેસ છે. 

જાણો સંપત્તિ મામલે કોણ અવ્વલ 
વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 24 ઉમેદવારો મેદાને છે. જેમાંથી 23 ઉમેદવારોનું ADR દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યૂ છે. જેમાં સંપત્તિ મામલે વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંપત્તિ મામલે સૌથી આગળ છે. તેની કુલ સંપતિ 153 કરોડથી વધી છે. જ્યારે  બીજા સ્થાને વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર ડૉ. સી. જે. ચાવડા છે. તેમની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ છે. જ્યારે ત્રીજા સ્થાને માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ જોટવા ( કણસાગરા) છે. તેમની સંપત્તિ 10 કરોડથી વધુ છે. 

આ ઉમેદવારો પાસે છે સૌથી ઓછી સંપત્તિ
વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર સૈયદ કાદરી પાસે છે સૌથી ઓછી સંપત્તિ. તેમની પાસે 26,992 રૂપિયાની સંપત્તિ છે. જ્યારે બીજા સ્થાને પણ વિજાપુર બેઠકના અપક્ષ ઉમેદવાર હર્ષદકુમાર ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 30,000 છે. ત્યારે ત્રીજા સ્થાને દિનુસિંહ ચૌહાણ છે. તેમની કુલ સંપત્તિ 3 લાખથી વધુ છે. 

આ ઉમેદવાર પર સૌથી વધુ દેણું 
વાઘોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર સૌથી વધુ દેણું છે. ધર્મેન્દ્રસિંહ પર 38 કરોડથી વધુનું દેણું છે. જ્યારે બીજા સ્થાને વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર સી. જે. ચાવડા છે. તેમના પર 5 કરોડ રૂપિયાથી વધુનું દેણું છે. જ્યારે ત્રીજા સ્થાને માણાવદર બેઠકના ઉમેદવાર હરિભાઇ છે. તેમના પર એક કરોડથી વધુ રૂપિયાનું દેણું છે.  મહત્વની વાત એ છે રાજ્યમાં પોરબંદર, માણાવદર, વિજાપુર, ખંભાત અને વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. પરંતુ આ 5 બેઠક પર એક પણ મહિલા ઉમેદવાર ચૂંટણી નથી લડી રહ્યા  
શિક્ષણની જો વાત કરવામાં આવે તો 23  માંથી 1 ઉમેદવાર અભણ છે. જ્યારે 1 ઉમેદવાર સાક્ષર છે. બીજી તરફ ધોરણ 8 પાસ 3 ઉમેદવાર છ. બીજી તરફ 10 પાસ 8 ઉમેદવાર છે. 12 પાસ 3 ઉમેદવાર છે. આ સાથે 1 ઉમેદવાર ગ્રેજ્યુએટ છે. જ્યારે 4 ઉમેદવાર ગ્રેજ્યુએટ પ્રોફેશનલ છે. બીજી તરફ 2 ઉમેદવાર પોસ્ટ ગ્રજયુએટ છે. 

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

બ્રિજ ભૂષણ શરણ સિંહે રાજકીય નિવૃતિ કરી જાહેર, હવે ક્યારે પણ નહીં લડે ચૂંટણી

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

આંખની સર્જરી બાદ પહેલીવાર દેખાયા રાઘવ ચઢ્ઢા, CM અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા

દિલ્હી પોલીસે વિભવ કુમારની મુખ્યમંત્રી આવાસ પાસેથી કરી અટકાયત

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, ચાર જગ્યાએ ઈજા, ડાબા પગમાં અને જમણી આંખની નીચે ઈજાની પુષ્ટિ

બ્રિજભૂષણ શરણસિંહ ચૂંટણી મેદાનમાંથી નિવૃત ! પોતે જ કરી જાહેરાત

આજે ખાસ ટ્રેડિંગમાં સેન્સેક્સ ફરી 74000ને પાર, આ 5 શેરોમાં તોફાની વધારો