Loksabha Election 2024: ગાંધીનગર બેઠક પર સમગ્ર દેશની નજર, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

ગાંધીનગરની બેઠક માટે ભાજપે ફરી એક વાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ સામે મેદાને ઊતરેલ સી. જે. ચાવડા હવે ભાજપમાં જોડાયા છે. તે વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. હવે તે ફરી વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બની ચૂંટણી લડશે.

image
X
લોકસભાની ચૂંટણીને લઈને  પ્રચારની કામગીરી અંતિમ તબક્કામાં છે. લોકસભાની ચુંટણીને લઈને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારના નામ જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન ચૂંટણીને લઈને રાજકીય માહોલ પણ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે દેશની સૌથી વધુ ચર્ચામાં રહેલી ગાંધીનગર સંસદીય બેઠક પર આ ચૂંટણીમાં પણ પરંપરા જળવાઈ છે. કેન્દ્રીય નેતા સામે સ્થાનિક નેતા વચ્ચે જંગ જામશે. 

ગાંધીનગરની બેઠક માટે ભાજપે ફરી એક વાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મેદાને ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે સોનલ પટેલને મેદાને ઉતાર્યા છે. ગત લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ સામે મેદાને ઊતરેલ સી. જે. ચાવડા હવે ભાજપમાં જોડાયા છે. તે વિજાપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. હવે તે ફરી વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બની ચૂંટણી લડશે. હવે જોવાનું રહ્યું કે આ બેઠક પર કોંગ્રેસ કેવી ટક્કર આપશે.  

વિધાનસભામાં જાણો કોનું વર્ચસ્વ 
ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતી બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. 

લોકસભા હેઠાલ આવતી વિધાનસભા બેઠક પર કોનો કેટલો વોટ શેર 
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35.1 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 59.6 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષે  2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 35.7 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 56.5 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષે  2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 24.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 64 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 29.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 54.9 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 25.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 68.2 ટકા વોટ મળ્યા હતા. 

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં 
કોંગ્રેસને 26.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 70.5 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 54512 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 80623 મત મળ્યા હતા. 
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને  80369 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 86102 મત મળ્યા હતા. 
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સાણંદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 64714 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 100083 મત મળ્યા હતા. 
ઘાટલોડિયા  બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 21267 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 213530 મત મળ્યા હતા. 
વેજલપુર   બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 68398 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 128049 મત મળ્યા હતા. 
નારણપુરા  બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 15360 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 108160 મત મળ્યા હતા. 
સાબરમતી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને 21518 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 120202 મત મળ્યા હતા. 

જ્ઞાતિનું સમીકરણ
ગાંધીનગર બેઠક 1967માં અસ્તિત્વમાં આવી હતી. શરૂઆતમાં આ  બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. પરંતુ વર્ષ 1989થી આ બેઠક ઉપર કોઈ જ જ્ઞાતિનું પ્રભુત્વ જોવા મળતું નથી. ભાજપના ઉમેદવાર આ બેઠક પર પોતાનો દબદબો રાખ્યો છે. ગાંધીનગર બેઠક પર પાટીદાર મતદારો 15 ટકા, ક્ષત્રિય મતદારો 15 ટકા, ઠાકોર મતદારો 10 ટકા, ઓબીસી મતદારો  10 ટકા, મુસ્લિમ મતદારો 7 ટકા અને દલિત મતદારો  5 ટકા છે. (અંદાજિત આંક)

અમદાવાદના મતદારો નિર્ણાયક
ગાંધીનગર લોકસભા બેઠકનો ઈતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. 1991થી આ બેઠક પર હંમેશા રાષ્ટ્રીય નેતા સામે સ્થાનિક નેતાનો જંગ જોવા મળે છે.  આ બેઠક પર 1991થી  રાષ્ટ્રીય નેતા વિજેતા બનતા આવ્યા છે. ગાંધીનગર બેઠક પર પણ સીમાંકનના આધારે મતદારો અમદાવાદના નિર્ણાયક બને છે. આ બેઠક પર ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના મતદારો મતદાન કરે છે. લોકસભા મતવિસ્તારનો સાક્ષરતા દર 74.98% છે .ગાંધીનગર સંસદીય બેઠક પર ગ્રામીણ મતદારો આશરે 272,321 છે  જ્યારે  શહેરી મતદારો આશરે 1,672,828 છે. 2019ની સંસદની ચૂંટણીમાં ગાંધીનગર સંસદીય બેઠક પર   65.6% મતદાન થયું હતું. ગાંધીનગરમાં કુલ  21,50,110 મતદાર છે. જેમાં 11,04,559 પુરુષ મતદાર અને  10,45,481 મહિલા મતદાર છે. તથા અન્ય 70  મતદાર છે. 

સૌથી પ્રતિષ્ઠિત સંસદીય બેઠક 
ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ બેઠક પર પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ત્યારે ફરી એક વખત આ બેઠક પર ભાજપે અમિત શાહને મેદાને ઉતાર્યા છે. 

વર્ષ 1967ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સોમચંદ સોલંકી વિજેતા થયા 
વર્ષ 1971ની ચૂંટણીમાં કોંગ્રેસ(ઓ)ના ઉમેદવાર સોમચંદ સોલંકી વિજેતા થયા 
વર્ષ 1977ની ચૂંટણીમાં ભારતીય લોક દળ  ઉમેદવાર પુરુષોત્તમ માવલંકર વિજેતા થયા 
વર્ષ 1980 ની ચૂંટણીમાં કોંગ્રેસ(આઈ)ના ઉમેદવાર અમૃત વિજેતા થયા 
વર્ષ 1984ની ચૂંટણીમાં કોંગ્રેસ ના ઉમેદવાર જી આઈ  પટેલ વિજેતા થયા 
વર્ષ 1989ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શંકરસિંહ વાઘેલા વિજેતા થયા 
વર્ષ 1991ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા 
વર્ષ 1996ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અટલબીહારી બાજપેયી વિજેતા થયા 
વર્ષ 1996ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  વિજયભાઇ પટેલ વિજેતા થયા
વર્ષ 1998ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા
વર્ષ 1999ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા
વર્ષ 2004 ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા
વર્ષ 2009 ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા
વર્ષ 2014 ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  લાલકૃષ્ણ અડવાણી વિજેતા થયા
વર્ષ 2019 ની  ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર  અમિતભાઈ શાહ વિજેતા થયા

આ બેઠક પર છેલ્લી 10 ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ વખત વિજેતા નથી બની. આ સાથે જ વર્ષ 1989થી ભાજપના હાથમાં આ બેઠક આવિ છે. ત્યારથી આ બેઠક પર 6 વખત લાલકૃષ્ણ અડવાણીનો વિજય થયો છે. ગાંધીનગર બેઠક પર 1996માં અટલબીહારી બાજપેયી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જોકે અટલબીહારી બાજપેયી લખનૌ બેઠક પરથી પણ ચૂંટણી લડ્યા હતા. બને બેઠક પર ચૂંટણી જિતતા તેમણે ગાંધીનગરની બેઠક ખાલી કરી હતી. આ બેઠક પર કોંગ્રેસ 4 વખત ચૂંટણી જીત્યું છે. ભારતીય લોકદળ એક વખત ચૂંટણી જીત્યું છે. જ્યારે ભાજપ 10 વખત ચૂંટણી જીત્યું છે. આ બેઠક પર ભાજપે લાલકૃષ્ણ અડવાણી, શકરસિંહ વાઘેલા, અટલબીહારી બાજપેયી અને અમિત શાહને મેદાને ઉતાર્યા છે. 

Recent Posts

બિભવ કુમારની ધરપકડ પર પહેલીવાર કેજરીવાલનું નિવેદન આવ્યું સામે, કાલે જશે BJP હેડક્વાટર

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

Morbi : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે 3 મદ્રેસામાં ચેકીંગ હાથ ધરાઇ