Loksabha Election 2024: ભરુચ બેઠકનો આ કેવો ઇતિહાસ, 16 ચૂંટણીમાં ફક્ત 5 જ સાંસદ ? જાણો શું છે વિગત

ભરુચ બેઠકની ઇતિહાસ ખૂબ રોચક છે. આ બેઠક પર ગુજરાતની સ્થાપના બાદની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 16 વખત ચૂંટણી યોજાઇ છે. પરંતુ આ બેઠક પર ફક્ત 5 સાંસદ જ દિલ્હી પહોંચ્યા છે. મોટાભાગે આ બેઠક પર સાંસદોને સતત રિપીટ કરે છે. પરંતુ જોવાનું રહ્યું કે આ વખતે શું થાય. જનતાનો નિર્ણય 04 જૂનના રોજ જાહેર થશે.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ ભરુચ લોકસભા બેઠક પર ચૂંટણીને લઈને આજે મતદાન પૂર્ણતા તરફ છે. ભરુચ બેઠક એક એવી બેઠક છે જ્યાં સૌથી ઓછા સાંસદ મળ્યા છે.  આ બેઠક પર સત્યાર સુધી 16 વખત ચુંટણી યોજાઇ છે. જેમાં ફક્ત 5 સાંસદ જ મળ્યા છે. 

ભરુચ બેઠકની ઇતિહાસ ખૂબ રોચક છે. આ બેઠક પર ગુજરાતની સ્થાપના બાદની જો વાત કરવામાં આવે તો આ બેઠક પર અત્યાર સુધીમાં કુલ 16 વખત ચૂંટણી યોજાઇ છે. પરંતુ આ બેઠક પર ફક્ત 5 સાંસદ જ દિલ્હી પહોંચ્યા છે. મોટાભાગે  આ બેઠક પર સાંસદોને સતત રિપીટ કરે છે. પરંતુ જોવાનું રહ્યું કે  આ વખતે શું થાય. જનતાનો નિર્ણય 04 જૂનના રોજ જાહેર થશે. 

જાણો ઇતિહાસ 
વર્ષ 1962ની ચૂંટણીમાં કોંગ્રેસના છોટુભાઈ પટેલ વિજેતા થયા હતા. ત્યાર બાદ વર્ષ 1967 અને 1971ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર માનસિંહજી રાણા વિજેતા થયા હતા.  ત્યાર બાદ સતત 3 ચૂંટણી એટલે કે વર્ષ 1977, 1980 અને 1984ની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલ વિજેતા થયા. ત્યારબાદ 1989ની ચૂંટણીમાં ભાજપે ખાતું ખોલાવ્યું અને વર્ષ 1989, 1991, 1996 અને 1998ની ચૂંટણી ભજપના ચંદુભાઈ દેશમુખ ચૂંટણી જીત્યા હતા. 

ત્યાર બાદ વર્ષ 1998ની પેટા ચૂંટણીમાં ભાજપના મનસુખ વસાવાએ બાજી મારુ હતી. ત્યારથી વર્ષ 1911, 2004, 2009, 2014 અને 2019ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા જીત્યા છે.

આજે આટલા ઉમેદવારોનું ભવિષ્ય થશે EVM માં કેદ 

1. ચૈતરભાઈ વસાવા- આમ આદમી પાર્ટી
2.મનસુખભાઈ વસાવા-ભાજપા
3.ચેતનભાઈ વસાવા-બસપા
4.ગીતાબેન માછી-માલવા કોંગ્રેસ
5.દિલીપભાઈ વસાવા-ભારત આદિવાસી પાર્ટી
6. ઈસ્માઈલ અહમદ પટેલ- અપક્ષ
7.ધર્મેન્દ્રકુમાર વસાવા-અપક્ષ
8.નવીનભાઈ પટેલ- અપક્ષ
9. નારાયણભાઈ રાવલ- અપક્ષ
10. આબિદબેગ મિર્ઝા- અપક્ષ
11.મિતેશ પઢિયાર-અપક્ષ
12.યુસુફ વલી હસનાલી-અપક્ષ
13.સાજિદ મુનશી- અપક્ષ

Recent Posts

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

નાણાંકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવામાં ઘટાડામાં પ્રથમ ક્રમે

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

નર્મદાના રિક્ષાચાલકની આદિવાસી દીકરીએ ઉત્તરાખંડમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, રાજપીપળામાં થયું ભવ્ય સ્વાગત

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા

SURAT: પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા અને ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલીઓ વધી, અરેસ્ટ વોરંટ ઇશ્યૂ; જાણો શું છે મામલો