Loksabha Election 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણી બદલશે સમીકરણ? કે મુકેશ દલાલ જાળવશે પરંપરા

સુરત એટલે એ શહેર કે જેમણે ભારતને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપ્યા. સુરત એટલે એ શહેર કે જેમણે ભારતને બિન કોંગ્રેસી વડાપ્રધાન આપ્યા. આ બેઠક રાજકીય રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ: સુરતને હાલ ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સુરતનું નામ જેટલુ ઉધ્યોગ ક્ષેત્રે આગળ છે એટલું જ નામ રાજકીય ક્ષેત્રે છે. સુરત એટલે એ શહેર કે જેમણે ભારતને પ્રથમ ગુજરાતી વડાપ્રધાન આપ્યા. સુરત એટલે એ શહેર કે જેમણે ભારતને બિન કોંગ્રેસી વડાપ્રધાન આપ્યા. આ બેઠક રાજકીય રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 

સુરત બેઠક પરથી મોરારજીભાઈ દેસાઇ ચૂંટણી જીત્યા હતા અને તે વર્ષ 1977માં વડાપ્રધાન બન્યા હતા. આ બેઠક પહેલા કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી. જોકે વર્ષ 1989થી ભાજપનો દબદબો છે.  વર્ષ 1989ની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠક પર ભાજપનું ખાતુ ખુલ્યુ હતુ. આ ચૂંટણીમાં ભાજપે સુરત લોકસભા બેઠક પરથી કાશીરામ રાણાને ટિકિટ આપી હતી. કાશીરામ રાણા સામે સી.ડી પટેલ હતા જેઓ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ આ ચૂંટણીમાં કાશીરામ રાણાની જીત થઇ હતી. આમ વર્ષ 1989માં ભાજપનો સુરત લોકસભા બેઠક પર પ્રથમ વાર વિજય થયો હતો.

1989 થી લઇને આજ દિન સુધી સુરત લોકસભા બેઠક પર ભાજપની જીત થઇ છે. કાશીરામ રાણા સુરત લોકસભા બેઠક પર છ વાર સાંસદ બન્યા હતા. જો કે, નો રિપીટ થિયરીને લીધે વર્ષ 2009ની ચૂંટણીમાં કાશીરામ રાણાની ટિકિટ કપાઇ હતી. 2009માં ભાજપે દર્શનાબેન જરદોશને ટિકિટ આપી હતી. સુરત લોકસભા બેઠક પર છેલ્લા ત્રણ ટર્મથી દર્શના જરદોશ સાંસદ તરીકે ચુંટાયા હતા. વર્ષ 2024માં સુરત લોકસભા બેઠક પર મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે.

શું છે ખાસ 
એવું માનવામાં આવી રહ્યું છે કે  સુરતની સ્થાપના પંદરમી સદીના અંતિમ વર્ષોમાં થઈ હતી. 12મી થી 15મી સદી સુધી આ શહેર મુસ્લિમ શાસકો, પોર્ટુગીઝો, મોગલો અને મરાઠાઓના આક્રમણનું શિકાર બન્યું. આ શહેર કપાસ, બાજરો, શેરડી અને ચોખાનું સારું ઉત્પાદન ધરાવે છે. 1977થી 1979 સુધી ભારતના વડા પ્રધાન રહેલા મોરારજી દેસાઈ માટે કહેવાતું કે તેઓ અત્યંત કડક સ્વભાવના ગાંધીવાદી અને બહુ જ પ્રામાણિક હતા.

ઇતિહાસના ઉંબરે 
આઝાદીના વર્ષ બાદ 1951 થી 2019 સુધીની 17 લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં સુરત સંસદીય બેઠક પ2 સૌથી વધુ 63.90 ટકા મતદાન 1971 જયારે ઓછું 32.26 ટકા મતદાન 1999માં નોંધાયું હતું.

1977માં ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં અને જનતા પક્ષ સત્તામાં આવ્યો ત્યારે આખરે મોરારજી દેસાઈ ભારતના ચોથા વડા પ્રધાન બની શક્યા. આચાર્ય કૃપલાણી અને જયપ્રકાશ નારાયણે તેમને વડા પ્રધાન બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. મોરારજી દેસાઇ એ વ્યક્તિ હતા કે જેમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારતરત્ન અને પાકિસ્તાનનું પણ સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન-એ-પાકિસ્તાન તેમને મળ્યાં હતાં.

સુરત લોકસભા બેઠકની વિધાનસભા બેઠકો 
સુરત લોકસભા  હેઠળ કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. જેમાં ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા રોડ, કરજણ, કતારગામ અને સુરત વેસ્ટ બેઠકનો સમાવેશ થાય છે. 

સુરત બેઠક પર ભાજપનો દબદબો છે. જ્યારે વિધાનસભા બેઠક પર પણ ભારે દબદબો જોવા મળે છે. સુરત લોકસભા બેઠક હેઠળ આવતી તમામ વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

ઓલપાડ બેઠક પર મુકેશભાઇ પટેલ વિજેતા થયા 
સુરત ઈસ્ટ બેઠક પર અરવિંદ રાણા વિજેતા થયા 
સુરત નોર્થ બેઠક પર કાંતિભાઈ બલર વિજેતા થયા 
વરાછા રોડ બેઠક પર કુમાર કાનાણી વિજેતા થયા 
કરજણ બેઠક પર પ્રવીણભાઈ ઘોઘારી  વિજેતા થયા 
કતારગામ બેઠક પર વિનોદ મોરડિયા વિજેતા થયા 
સુરત વેસ્ટ બેઠક પર પૂર્ણેશ મોદી વિજેતા થયા 

વોટશેરમાં કોણ છે આગળ ? 
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 23.4 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 75.2 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 19.5 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને  75.8 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2009ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 41.7 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 52.4 ટકા વોટ મળ્યા હતા. 
વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 31.9 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 59 વોટ મળ્યા હતા. 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 33.3 ટકા વોટ મળ્યા હતા. જ્યારે ભાજપને 62.7 ટકા વોટ મળ્યા હતા. 

જાણો બેઠકનો ઇતિહાસ 
વર્ષ 1951- કોંગ્રેસના ઉમેદવાર કનૈયાલાલ દેસાઇ વિજેતા થયા 
વર્ષ 1957- કોંગ્રેસના ઉમેદવાર મોરારજી દેસાઇ વિજેતા થયા 
વર્ષ 1962- કોંગ્રેસના ઉમેદવાર મોરારજી દેસાઇ વિજેતા થયા
વર્ષ 1967- કોંગ્રેસના ઉમેદવાર મોરારજી દેસાઇ વિજેતા થયા
વર્ષ 1971- કોંગ્રેસ(o)ના ઉમેદવાર મોરારજી દેસાઇ વિજેતા થયા
વર્ષ1977- જનતા પાર્ટીના ઉમેદવાર મોરારજી દેસાઇ વિજેતા થયા
વર્ષ 1980- કોંગ્રેસના ઉમેદવાર સી. ડી. પટેલ વિજેતા થયા 
વર્ષ 1984- કોંગ્રેસના ઉમેદવાર સી. ડી. પટેલ વિજેતા થયા 
વર્ષ 1989- ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા 
વર્ષ 1991- ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા
વર્ષ 1996- ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા 
વર્ષ 1998- ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા 
વર્ષ 1999- ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા 
વર્ષ 2004 ભાજપના ઉમેદવાર કાશીરામ રાણા વિજેતા થયા
વર્ષ 2009 ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ વિજેતા થયા
વર્ષ 2014 ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ વિજેતા થયા
વર્ષ 2019 ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ વિજેતા થયા

સુરત બેઠક પર 17 વખત ચૂંટણી યોજાઇ છે. વર્ષ 1989થી આ બેઠક પર ભાજપ પહેલી વાર જીત્યું હતું. ત્યાર થી સતત 9 વખત ચૂંટણી ભાજપ જીત્યું છે. ખાસ વાત એ છે કે આ બેઠક પર છેલ્લી ત્રણ ટર્મથી દર્શના જરદોશ જીત્યા છે. જ્યારે 1989 થી 2004 સુધી કાશીરામ રાણા વિજેતા થયા છે. આમ ભાજપે ફક્ત બે ઉમેદવાર જ આપ્યા છે. અને છેલ્લી 9 ચૂંટણીથી ભાજપ જીતતું આવ્યું છે. 

વર્ષ 2019ની ચૂંટણી
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે દર્શના જરદોશને મેદાને ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસે અશોક પટેલને મેદાને ઉતાર્યા હતા. જેમાં ભાજપને 795651 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને 2,47,421 મત મળ્યા હતા. આમ ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. 
જાણો ઉમેદવારને 
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે પાટીદાર ચહેરાની પસંદગી કરી છે. કોંગ્રેસમાં 22 વર્ષથી સક્રિય નિલેશ કુંભાણીને ટિકિટ આપવામાં આવી છે. બીજી તરફ ભાજપે મુકેશ દલાલને ઉમેદવાર બનાવ્યા છે. સુરત લોકસભા બેઠક હંમેશા મૂળ સુરતીને આપવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. ગત વખતે છેલ્લી ત્રણ ટર્મથી સાંસદ તરીકે દર્શના જરદોશ રહ્યા હતા. તેઓ કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી છે. પ્રથમ વખતે સુરત લોકસભાની બેઠકના ઉમેદવારની જાહેરાત ન થતાં અટકળો એવી હતી કે, દર્શના જરદોશને રીપિટ કરવામાં નહીં આવે. આખરે મુકેશ દલાલને મૂળ સુરતી તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મુકેશ દલાલ ભાજપમાં હાલ શહેર મહામંત્રીના હોદ્દા ઉપર છે. તેઓ અલગ અલગ સંગઠનના હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. ભૂતકાળમાં તેઓએ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે કામ કર્યું હતું. મુકેશ દલાલ ખૂબ જ અભ્યાસુ હોવાથી તેઓ સ્થાયી સમિતિના ચેરમેન તરીકે ખૂબ જ સારી રીતે ટર્મ પૂરી કરવામાં સફળ રહ્યા હતા. તેઓ ધ સુરત પીપલ્સ બેંકના ચેરમેન પણ રહી ચૂક્યા છે. સુરત ક્રિકેટ બોર્ડમાં પણ તેઓ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

 નિલેશ કુંભાણી અમરેલી જિલ્લાના વતની છે અને તેઓ વર્ષોથી સુરતમાં જ વસવાટ કરે છે. ગત વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ મોદી લહેરમાં તેઓ હારી ગયા હતા. નિલેશ કુંભાણી પોતાના મતવિસ્તાર ની અંદર સામાજિક કાર્યક્રમો સતત આપતા રહે છે. વાર તહેવારે અલગ અલગ પ્રકારની ઉજવણીઓ પણ કરતા રહે છે નવરાત્રી જેવા તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવીને એક પ્રકારનું સંગઠન મજબૂત કરતા રહે છે તેના કારણે એક ચોક્કસ વર્ગમાં તેમની લોકપ્રિયતા પણ ખૂબ સારી છે. નિલેશ કુંભાણી વર્ષ 2015-2020 સુધી યોગીચોક- પુનાગામના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે. 

વર્તમાન સાંસદનું કપાયું પત્તું 
સુરત લોકસભા બેઠક પરથી ત્રણ વખત સાંસદ રહી ચૂકેલા દર્શના જરદોશ કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી તરીકેના પદ પર હતા. મૂળ સુરતી તરીકે તેમને છેલ્લા ત્રણ વખતથી ભાજપ દ્વારા મેદાનમાં ઉતારવામાં આવતા હતા. પરંતુ દર્શના જરદોશનું પત્તું કાપીને આ વખતે મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે. જો કે, દર્શના જરદોશ ત્રણ ટર્મથી સાંસદ તરીકે નિર્વિવાદિત રહ્યા છે. એક બે બાબતોને બાદ કરતા તેઓ પાર્ટીની છબી સુધારવામાં ખૂબ જ સફળ રહ્યા છે.

Recent Posts

Loksabha Election 2024: INDIA Alliance આ લોકસભા ચૂંટણીમાં 300 સીટો જીતશે: તેજસ્વી યાદવ

ગાઝા સાથે હિઝબુલ્લાના બેઝ પર ઇઝરાયલની સેનાએ મચાવી તબાહી, જોવા મળ્યા ભયાનક દ્રશ્યો

આજનું રાશિફળ/ 19 મે 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામહ એન વાઘુલનું અવસાન, બદલી નાખી હતી ICICI બેંકની તસવીર

RCB VS CSK: મહત્વની મેચમાં બેંગલોરની રોયલ બેટિંગ; ચેન્નાઈને જીતવા 219 રનનો ટાર્ગેટ

Loksabha Election 2024: ચૂંટણી પંચે અત્યાર સુધીમાં 8889 કરોડ રૂપિયાની વસ્તુઓ અને રોકડ કર્યા જપ્ત

Loksabha Election 2024: INDIA Alliance દેશને બરબાદ કરી રહ્યું છે: વડાપ્રધાન મોદી

આજનું પંચાંગ/ 19 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

RCB vs CSK: ટોસ હારીને બેંગલોર બેટિંગમાં; વરસાદના વિઘ્નથી મેચ રોકાઈ

અંક જ્યોતિષ/ 19 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?