ઓછી કિંમત મોટો ધમાકો! Jioએ લોન્ચ કર્યું 51 રૂપિયાનું 5G ડેટા પ્લાન
Jioનો 51 રૂપિયાનો પ્લાન પુષ્કળ ડેટા સાથે 5G યુઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપે છે. Jioનો 51 રૂપિયાનો પ્લાન 4G યુઝર્સને 3GB ડેટા અને 5G યુઝર્સને અનલિમિટેડ ડેટા આપે છે. આ પ્લાન એક્ટિવ બેઝ પ્લાન સાથે જોડાયેલ છે અને એક્ટિવ પ્લાનની વેલિડિટી સુધી ચાલે છે.
રિલાયન્સનું Jio ફરી એકવાર સાબિત કરી રહ્યું છે કે દેશભરમાં તેના સૌથી વધુ મોબાઇલ યુઝર્સ કેમ છે. ઓછી કિંમતે વધુ લાભ આપવાની પોતાની શૈલી જાળવી રાખતા, Jioએ 51 રૂપિયાનો ડેટા પેક લોન્ચ કર્યો છે જે ઇન્ટરનેટ યુઝર્સ માટે ભેટથી ઓછો નથી.
આ 51 રૂપિયાના પ્લાનમાં શું ખાસ છે?
આ નાના પેક સાથે, Jio યુઝર્સને 3 GB હાઇ-સ્પીડ ડેટા મળે છે. પરંતુ જો તમારી પાસે 5G સ્માર્ટફોન છે અને તમે Jioની 5G વેલકમ ઑફર સક્રિય કરી છે, તો તમે આ પેક પર અનલિમિટેડ 5G ડેટાનો આનંદ માણી શકો છો, તે પણ કોઈપણ ડેટા લિમિટ વિના.
કેવી રીતે કાર્ય કરે છે આ પ્લાનની વેલિડિટી ?
નોંધનીય છે કે આ પ્લાન પોતે એક સંપૂર્ણ રિચાર્જ પ્લાન નથી, પરંતુ તેને યુઝર્સના એક્ટિવ પ્લાનમાં ઉમેરવામાં આવે છે. એટલે કે, જો તમે પહેલાથી જ 1.5 GB દૈનિક ડેટા સાથે માસિક પ્લાન લીધો હોય અને તે દિવસે તમારો ડેટા સમાપ્ત થઈ જાય, તો તમે 51 રૂપિયાના આ પ્લાનને એક્ટિવેટ કરી શકો છો. પછી તમને બાકીના આખા મહિના માટે તેનો લાભ મળશે.
શું કોઈ અન્ય સસ્તા ડેટા પેક છે?
જો તમને ફક્ત એક દિવસ માટે વધારાના ડેટાની જરૂર હોય, તો Jio પાસે ઓછા ખર્ચે વધુ વિકલ્પો છે. જેમ કે 11 રૂપિયાનો ડેટા વાઉચર જે 10 GB સુધીની મર્યાદા સાથે આવે છે, તે અનલિમિટેડ 5G સાથે પણ ચાલે છે. Jio 49 રૂપિયાનો બીજો પ્લાન પણ આપે છે, જે 1 દિવસ માટે 25 GB સુધીનો હાઇ-સ્પીડ ડેટા આપે છે.
આ પ્લાન કેમ ખાસ છે?
આ પ્લાન એ જ છે જે યુઝર્સ ઇચ્છે છે, ઓછી કિંમતે પુષ્કળ ડેટા. Jioએ ફરી એકવાર બતાવ્યું છે કે તે પહેલા તેના ગ્રાહકોની જરૂરિયાતોને સમજે છે. જો તમને 51 રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ 5G ડેટા અથવા 3GB ટોપ-અપ મળે છે, તો આનાથી સારી પોકેટ ફ્રેન્ડલી ડીલ શું હોઈ શકે?
આ પ્લાન આખો દિવસ ઇન્ટરનેટ પર કામ કરનાર યુઝર્સ તથા વીડિયો જોનાર અથવા ગેમિંગના શોખીન યુજર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. Jioનો આ નાનો પણ શક્તિશાળી પ્લાન યૂઝર્સના ખિસ્સા પર ભારે પડ્યા વિના આખું કામ કરી શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats