લોડ થઈ રહ્યું છે...

LSG vs CSK: ચેન્નાઈએ રોમાંચક મેચમાં લખનૌને 5 વિકેટથી હરાવ્યું

image
X
IPL 2025 ની 30મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને હરાવ્યું છે. આ સાથે ચેન્નાઈએ IPLની 18મી સીઝનમાં સતત હારનો સિલસિલો તોડ્યો છે અને જીત મેળવી છે. લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે યજમાન લખનૌ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું છે. આ રીતે ચેન્નાઈને સતત 5 હાર પછી પહેલી જીત મળી છે. આ સિઝનમાં CSKનો આ માત્ર બીજો વિજય છે. ટીમે 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની પહેલી મેચ જીતી હતી અને હવે લાંબા સમય પછી, ટીમે 14 એપ્રિલે પોતાની બીજી જીતનો સ્વાદ ચાખ્યો છે.

તમને જાણીને નવાઈ લાગશે કે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ 2 વર્ષ પછી આજે મેચ જીત્યું છે. CSK એ છેલ્લે ધોનીની કેપ્ટનશીપ હેઠળ IPL 2023 ની ફાઇનલ જીતી હતી. આ પછી ધોનીએ રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી હતી. ચાલુ સિઝન દરમિયાન ઋતુરાજ ગાયકવાડ ઘાયલ થયા પછી ધોનીને ફરી એકવાર ટીમની કમાન સોંપવામાં આવી અને હવે થાલાએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમને વિજય તરફ દોરીને CSK ચાહકોને આનંદ કરવાની મોટી તક આપી છે.

લખનૌએ 166 રન બનાવ્યા
પ્રથમ બેટિંગ કરવાનો મોકો મળ્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ કેપ્ટન ઋષભ પંતની અડધી સદીની ઇનિંગના આધારે 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા હતા. પંતે 49 બોલમાં 63 રનની ઈનિંગ રમી હતી. શરૂઆતના સંઘર્ષ પછી પંતે પોતાની લય શોધી કાઢી અને પછી અબ્દુલ સમદ (20 રન) સાથે મળીને પાંચમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી. ચેન્નાઈ તરફથી રવિન્દ્ર જાડેજા અને મથિશા પથિરાનાએ બોલિંગમાં 2-2 વિકેટ લીધી. જ્યારે ખલીલ અહેમદ અને અંશુલ કંબોજને 1-1 સફળતા મળી હતી. નૂર અહેમદ અને જેમી ઓવરટન એક પણ વિકેટ મેળવી શક્યા નહીં.

ધોનીએ દુબે સાથે મળીને અપાવી જીત
લખનૌના સ્કોરનો પીછો કરતી વખતે ચેન્નાઈની શરૂઆત શાનદાર રહી. ટીમે માત્ર 5 ઓવરમાં 50 રનનો આંકડો પાર કર્યો પરંતુ શેખ રશીદની વિકેટ ગુમાવી દીધી. રાશિદે 27 રન બનાવ્યા હતા. રચિન રવિન્દ્ર 37 રન બનાવીને 8મી ઓવરના છેલ્લા બોલ પર પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ચેન્નાઈનો મિડલ ઓર્ડર લથડી ગયો. રાહુલ ત્રિપાઠી (9) અને રવિન્દ્ર જાડેજા (7) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા. વિજય શંકર પણ માત્ર 9 રન બનાવીને દિગ્વેશ રાઠીનો શિકાર બન્યો. આ પછી, ધોની ક્રીઝ પર આવ્યો અને શિવમ દુબે સાથે બાજી સંભાળી અને ઝડપી ફેશનમાં અડધી સદીની ભાગીદારી કરી અને અંતે તેની ટીમને વિજય અપાવ્યો હતો. ધોનીએ 11 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે શિવમ દુબે 43 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Recent Posts

GT vs RR: રાજસ્થાને ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું, વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની ધમાકેદાર ઈનિંગ

અમદાવાદ શહેરમાં 16 PSIની કરાઈ આંતરિક બદલી, CP જી.એસ મલિકે બદલીનો કર્યો આદેશ

માનસરોવર તળાવ અને કૈલાશ પર્વતનું પવિત્ર મહત્વ ઈશ્વરની દેન

ભુજ: પાલારા નજીક બાઈક-ટ્રેઈલર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 3 સભ્યોના કરૂણ મોત

કૈલાશ પર્વતના રહસ્યોનો ખુલાસો

પહેલગામ હુમલા પછી કેટલા પાકિસ્તાનીઓએ છોડી ભારતની ધરતી?

અમદાવાદ: સાબરમતી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, ફરાર 2 આરોપીઓ પોલીસના સકંજામાં

Gujarat Demolition: રાજ્યમાં 1 માર્ચથી 15 એપ્રિલ સુધી 99 ધાર્મિક દબાણો પર બુલડોઝર ફર્યુ, સમગ્ર મામલે હાઇકોર્ટમાં સુનાવણી

ભાવનગરમાં એમ્બરગ્રીસ માછલીની ઉલટીનો જથ્થો ઝડપાયો, કૂલ 1.16 કરોડનો મુદ્દામાલ જપ્ત

Top News | દુશ્મન પર ગર્જશે 'રાફેલ' | tv13 gujarati