LSG VS DC: 208 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 4 વિકેટ ગુમાવી 59 રન

લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવર બાદ લખનૌને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો.

image
X
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની સીઝનમાં આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જેમાં લખનૌની ટીમના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 20 ઓવર બાદ લખનૌને જીતવા માટે 208 રનનો ટાર્ગેટ મળ્યો.

208 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ખરાબ રહી છે. પહેલી જ ઓવરમાં કેપ્ટન કે એલ રાહુલ 5 રનના અંગત સ્કોરે ઈશાંતના બોલ પર આઉટ થયો હતો. તો ઈનિંગની ત્રીજી ઓવરમાં આફ્રિકન પ્લેયર ક્વિન્ટન ડી કોકે 12 રનના અંગત સ્કોરે ઈશાંતને પોતાની વિકેટ ફેંકી દીધી. માર્કસ સ્ટોઈનિશ પણ બેટિંગમાં કઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહીં તે 5 રનના અંગત સ્કોરે અક્ષર પટેલના એક બોલ પર સ્ટમ્પ આઉટ થયો. દિપક હુડ્ડા પણ 0 રનના સ્કોરે ઈશાંતનો શિકાર બન્યો. પાવરપ્લે બાદ લખનૌનો સ્કોર 4 વિકેટે 59 રન છે. લખનૌને જીતવા માટે 14 ઓવરમાં હજુ 147 રનની જરૂર છે, જ્યારે 6 વિકેટ હાથમાં છે. દિલ્હી તરફથી ઈશાંત શર્માએ શાનદાર પ્રદર્શન કરતાં 3 વિકેટ લીધી છે. જ્યારે અક્ષર પટેલે પણ 1 વિકેટ લીધી છે.

                                                                 T20 વર્લ્ડકપ પછી શું દ્રવિડ નહીં રહે ભારતીય ટીમના કોચ ?

બંને ટીમ માટે મહત્વની મેચ
આ સિઝનમાં દિલ્હી અને લખનૌ વચ્ચે આ બીજી ટક્કર છે. આ પહેલા 12 એપ્રિલે તેઓ લખનૌના એકાના સ્ટેડિયમમાં સામસામે આવી ગયા હતા. ત્યારબાદ દિલ્હીએ માત્ર 18.1 ઓવરમાં 5 વિકેટે મેચ જીતી લીધી હતી. આ દિલ્હી અને લખનૌ બંને માટે કરો યા મરોની મેચ છે. અત્યાર સુધીમાં દિલ્હીએ 13માંથી 6 મેચ જીતી છે અને લખનૌએ 12માંથી 6 મેચ જીતી છે. સમાન 12 પોઈન્ટ સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને લખનૌ 7મા સ્થાને છે. જો દિલ્હી આ મેચ હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. જ્યારે લખનૌને વધુ એક તક મળશે.

Recent Posts

LokSabha Election 2024 : આઝમગઢમાં અખિલેશની રેલીમાં નાસભાગ, પોલીસે બેકાબૂ ભીડ પર કર્યો લાઠીચાર્જ

ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ

KKR vs SRH: IPL ફાઈનલની ટિકિટ માટે આજે કોલકતા અને હૈદરાબાદ એકબીજા સાથે ટકરાશે