મહારાષ્ટ્રના 'રીલ સ્ટાર'ની ધરપકડ, ઉચ્ચ શિક્ષિત મહિલાઓને પ્રેમજાળમાં ફસાવીને કરતો હતો કરોડોની છેતરપિંડી
મહારાષ્ટ્રના ડોમ્બિવલીમાંથી એક સનસનાટીભર્યો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પોલીસે શૈલેષ રામુગડે નામના વ્યક્તિની ધરપકડ કરી છે, જે પોતાને ઇન્સ્ટાગ્રામ પર "પ્રખ્યાત રીલ સ્ટાર" અને વેબ સિરીઝનો અભિનેતા ગણાવતો હતો. શૈલેષે સોશિયલ મીડિયા પર ઉચ્ચ-પ્રોફાઇલ અને ઉચ્ચ શિક્ષિત મહિલાઓને નિશાન બનાવીને, તેમને પ્રેમ સંબંધોમાં ફસાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
કેવી રીતે કરતો હતો મહિલાઓ સાથે છેતરપિંડી?
આ ગુનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ડોમ્બિવલીના એક પ્રતિષ્ઠિત પરિવારની યુવતીના મોંઘા દાગીના ગુમ થયા. પૂછપરછમાં મહિલાએ તેના "બોયફ્રેન્ડ" શૈલેષને દાગીના આપ્યા હોવાનું કબૂલ્યું. પરિવારે તરત જ વિષ્ણુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના પગલે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રામ ચોપરાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ થઈ. તપાસમાં જાણવા મળ્યું કે શૈલેષ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરતો અને પ્રેમનો ઢોંગ રચતો. એકવાર મહિલાઓ તેના પર વિશ્વાસ મૂકે પછી, તે વિવિધ નાટકીય બહાનાઓનો ઉપયોગ કરીને તેમની પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ પડાવતો. તે ખાસ કરીને "ઇડી મારા ઘરે દરોડા પાડી રહી છે," "મને તાત્કાલિક પૈસાની જરૂર છે," અથવા "મારો પરિવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે", આવા અનેક બહાનાઓમાં બનાવતો હતો અને મહિલાઓ સાથે છેતરપિંડી કરતો હતો. પીડિતોમાં આઈટી સેક્ટરમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતી ઉચ્ચ શિક્ષિત મહિલાઓ પણ સામેલ છે.
પોલીસે કરોડો રુપિયાની સંપત્તી કરી જપ્ત
પોલીસ ટીમે શૈલેષ રામુગડેની થાણેના હિરાનંદાનીમાં તેના ફ્લેટમાંથી ધરપકડ કરી છે. દરોડા દરમિયાન પોલીસે ₹37 લાખના દાગીના, આશરે ₹1 કરોડની કિંમતની લક્ઝરી BMW કાર અને ચાર મોંઘા આઇફોન સહિત કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
અગાઉ પણ નોંધાઈ ચૂક્યો છે ગુનો
પોલીસે ખુલાસો કર્યો છે કે શૈલેષ વિરુદ્ધ અગાઉ પણ થાણેના કપુરબાવડી પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ કેસના સહાયક પોલીસ કમિશનર સુહાસ હેમાડેએ જણાવ્યું હતું કે ડોમ્બિવલીમાં પણ આવી જ રીતે ઘણી મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે અને આ કેસમાં વધુ ફરિયાદો નોંધાઈ શકે છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats