દાહોદ-વેરાવળમાં SGST વિભાગની મોટી કાર્યવાહી, રૂ.45 કરોડથી વઘુની કરચોરી ઝડપાઇ
SGST વિભાગે દાહોદ અને વેરાવળ ખાતે આવેલા 4 કરદાતાઓ વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. દરોડા દરમિયાન 45 કરોડથી વધારેની કરચોરી પકડવામાં આવી છે. આ કરદાતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત યોજનાં મનરેગા સહિતની યોજના હેઠળ કામ કરતા હતા. આ કરદાતા પાસેથી ઓછું ટર્ન ઓવર દર્શાવું ,ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો અયોગ્ય લાભ લેવો જેવી ગેરરીતિ મળી આવી છે.
મનરેગા કૌભાંડમાં ભરૂચ અને દાહોદ સહિતના વિસ્તારોમાં કૌભાંડીઓ સામે કાર્યવાહી યથાવત છે. ત્યારે રાજ્યમાં SGST વિભાગે મનરેગા યોજનામાં થતી કરચોરીને પકડી પાડી છે. SGST વિભાગે દાહોદ અને વેરાવળના 4 કરદાતાઓ સામે તપાસ હાથ ધરાઈ છે. આ કરદાતાઓએ કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે દર્શાવી હતી. આ ઉપરાંત બેંક ખાતામાં મળેલી રકમ કરતાં ટર્ન ઓવર પણ ઓછું બતાવ્યું હતું. SGST વિભાગે તપાસ કરીને કરોડોની કરચોરી પકડી પાડી છે.
દાહોદ-વેરાવળમાં સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓ બાબતે GST વિભાગે, દાહોદ અને વેરાવળમાં મનરેગા હેઠળની કામગીરીની તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસમાં, કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછુ દર્શાવ્યું હતું તેમજ ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ચાર કરદાતાઓએ ગેરલાભ ઉઠાવ્યો હતો. જીએસટી વિભાગની તપાસ દરમિયાન મનરેગાનુ કામ કરતા 4 કરદાતાઓની વેરાની જવાબદારી, વ્યાજ અને દંડ સહિત રૂપિયા 45 કરોડની કરચોરી શોધી કાઢી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB