રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી
એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર થયા છે. એક સાથે 25 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. CID ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે.
ગૃહ વિભાગે કર્યો બદલીનો આદેશ કર્યો છે. સીઆઈડી ક્રાઈમના વડા રાજકુમાર પાંડિયનની બદલી કાયદો-વ્યવસ્થામાં કરવામાં આવી છે. અનેક જિલ્લાના પોલીસ વડાની બદલી કરવામાં આવી છે. અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહની બદલી રાજકોટ ગ્રામ્ય એસપી તરીકે કરવામાં આવી છે. શમશેર સિંહને એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. અજય કુમાર ચૌધરીને એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ મહિલા સેલ ગાંધીનગર ખાતે મુકાયા છે.