માણાવદરના MLA અરવિંદ લાડાણીએ મગફળીની ખરીદીને લઈ ગુજકોમાસોલ પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો શું કહ્યું
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે. ધારાસભ્યએ ગુજકોમાસોલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે, ગુજકોમાસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે. બધા પોતાનુ ધાર્યુ કરે છે.
હાલમાં ટેકાના અભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. આ દરમિયાન હવે જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યો છે. આ સાથે તેમણે અધિકારીઓ પર માનમનીનો આરોપ પણ લગાવ્યો છે.
જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે. ધારાસભ્યએ ગુજકોમાસોલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે, ગુજકોમાસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે. બધા પોતાનુ ધાર્યુ કરે છે. માણાવદરમાં 4 મંડળીઓ મારફતે ખરીદી થતી હતી. 2 નંબરની મંડળી ગુજકોમાસોલના ડિરેક્ટરના સંબંધીની મંડળી હોવાનો પણ લાડાણીએ દાવો કર્યો છે.
ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કહ્યું કે, માણાવદરમાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટે ઓનલાઈન અરજી કરેલ. ત્યાર બાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં બે મંડળીઓની ખરીદી માટે માન્યતા આપેલ. ત્યાર બાદ આ ખરીદી બારદાનના કારણે ધીરી ચાલતા. સરકારને રજૂઆત કરી અને વધારાની બે મંડળી શરૂ કરવા રજૂઆત કરેલ. જે સરકારે મંજૂર રાખી અને મણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થા દ્વારા મગફળીની ખરીદી શરૂ છે. જ્યારે વધારાની બે મંડળીથી ખરીદી શરૂ કરવાની થઈ ત્યારે આ મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી શરૂ થયેલ. અને નવી મંડળી 3 અને 4 નું મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માંગણી કરતાં. પહેલા નંબરની મંડળીના મેપિંગ માંથી આપેલ અને બીજા નંબરની મંડળીને ગુજકોમસોલના ડિરેકટરના સગાની મંડળી હોય. આ ગુજકોમસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડીને અમદાવાદ સુધીના તમામ રાજકીય કિનાખોરી રાખી અને જુનાગઢ જિલ્લામાં ભયંકર ભ્રષ્ટાચાર કરે છે. આ ગુજકોમસોલના અધિકારીઓ સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના પોતાનું ધાર્યું કરે છે. નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માંગણી કરે છે.
કરી તપાસની માગણી
આ સાથે અરવિંદ લાડાણીએ કહ્યું કે, આ ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર તોછડાઈ ભર્યા ફોન કરે છે. અને ફોન ઉપાડતાં નથી. અને કહે છે કે અમે ગુજકોમાસોલ વાળા અમારું ધાર્યું જ કરીશું. આ સાથે તેમણે સરકારને રજૂઆત કરતાં કહ્યું કે, અધિકારીઓ પર સખત પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકોમાસોલની તપાસ કરવાણી માગણી કરી હતી.