અમરેલીના મતિરાળામાં કપાસની આડમાં કરોડોનું ગાંજાનું વાવેતર ઝડપાયું, પોલીસે આરોપીની કરી ધરપકડ
પરેશ પરમાર, અમરેલી
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રહાર કરતાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે મતિરાળા ગામની સીમ વિસ્તારમાં એક મોટું ઓપરેશન પાર પાડીને કપાસના વાવેતરની આડમાં છુપાવેલું ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપી પાડ્યું છે. આ સફળ કાર્યવાહીથી ડ્રગ્સની ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, SOG ટીમને મતિરાળા ગામની સીમમાં કેટલાક ઈસમો દ્વારા ખેતરમાં કપાસના પાકની વચ્ચે ગેરકાયદેસર રીતે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાની ખાનગી બાતમી મળી હતી. આ બાતમીના આધારે SOGની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
ખેતરમાં ઘનિષ્ઠ તપાસ કરતાં પોલીસને કપાસના ઊંચા છોડની આડમાં છુપાવેલાં લીલા ગાંજાનાં છોડ મળી આવ્યાં હતાં. ખેડૂતો સામાન્ય રીતે કપાસના પાકની વચ્ચે અન્ય પાક લેતા હોય છે, પરંતુ અહીં કપાસની આડનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિ છુપાવવા માટે કરવામાં આવ્યો હતો.
₹ 77 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
SOG ટીમે ખેતરમાંથી વાવેલો લીલો ગાંજો (ગેરકાયદેસર માદક પદાર્થ) જપ્ત કર્યો હતો. પકડાયેલા ગાંજાનો જથ્થો અધધ કહી શકાય તેવો હતો, જેનું વજન 155 કિલોગ્રામથી વધુ નોંધાયું છે. બજાર કિંમત મુજબ જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે ₹ 77,93,250/- થાય છે. પોલીસે ગાંજાના છોડ, છોડનું વજન કરવાનાં સાધનો, અને અન્ય આનુષંગિક વસ્તુઓ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીની ધરપકડ અને કાયદેસરની કરી કાર્યવાહી
આ ગેરકાયદેસર વાવેતર કરનાર આરોપીને SOG ટીમે ઘટનાસ્થળેથી જ દબોચી લીધો હતો. ધરપકડ બાદ આરોપીને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. લાઠી પોલીસે આરોપી વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS Act) હેઠળ ગુનો નોંધીને, આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મૂળ સુધી પહોંચવા અને તેમાં સંડોવાયેલા અન્ય ઈસમોની તપાસ માટે તજવીજ હાથ ધરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats