લોડ થઈ રહ્યું છે...

વડોદરાની કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટ, કિલોમીટરો સુધી દેખાયાં ધુમાડાનાં ગોટેગોટા

ભારત સરકારનું સાહસ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ત્યારે વડોદરાના કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના સામે આવી છે. જેને પગલે કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો હતો અને 5 થી 6 કિલોમીટર સુધીના વિસ્તારમાં ધુવાડાના ગોટેને ગોટા જોવા મળી રહ્યા છે. આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત જોવા મળી છે.

image
X
વડોદરાના કોયલી ખાતે IOCL રિફાઇનરીમાં ભયંકર બ્લાસ્ટ થયો છે અને બ્લાસ્ટ બાદ આગની ઘટના સામે આવી છે .   આગ એટલી ભયંકર છે કે    6 કિમી દૂર સુધી  ધુમાડાના ગોટેગોટા  જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટરની 10  ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયતનો કરી રહ્યા છે, જોકે પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.  

ભારત સરકારનું સાહસ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ત્યારે વડોદરાના  કોયલી રિફાઇનરીમાં પ્રચંડ બ્લાસ્ટની ઘટના સામે આવી  છે. જેને પગલે કિલોમીટરો સુધીનો વિસ્તાર ધણધણી ઊઠ્યો  હતો અને 5 થી 6 કિલોમીટર સુધીના વિસ્તારમાં ધુવાડાના ગોટેને ગોટા જોવા મળી રહ્યા છે. આગને પગલે આસપાસની કંપનીઓમાં દહેશત જોવા મળી છે. ત્યારે આગને બુઝાવવા 10 જેટલાં ફાયર ફાયટર કામે લાગ્યાં 

સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળે   
કંપનીમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારની ધરા ધ્રૂજી ઊઠી હતી તેમજ બ્લાસ્ટના અવાજથી આસપાસમાં રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. હાલ બે એમ્બ્યુલન્સ IOCL કંપનીમાં પહોચી છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે.