PM મોદી 26 મેના રોજ દાહોદની મુલાકાતે, વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બેઠકોનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતમાં દાહોદ ખાતે તેઓ નવા બનેલા રેલવે વર્કશોપની સાથે સાથે દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત પૂર્ણ થયેલા વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાહોદની મુલાકાતને લઈને જિલ્લા કલેકટરે અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.
26 મેના રોજ દાહોદમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને બેઠકોનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે. PMના કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગેની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠકમાં પ્રભારી મંત્રી ડૉ.કુબેર ડીંડોરના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. દાહોદમાં વડાપ્રધાનના પ્રવાસને લઇ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આ સાથે પોલીસ, આરોગ્ય, ફાયર વિભાગને ખડેપગે રહેવા સૂચના પણ આપવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઇ સુરક્ષા, પાણી, પાર્કિંગ, શૌચાલયની વ્યવસ્થા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી લોકો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવા તંત્રને સચૂના અપાઇ છે. PM મોદીના પ્રવાસને લઇ દાહોદ જિલ્લા કલેક્ટર, સાંસદ, ધારાસભ્યો સહિત અધિકારીઓ બેઠક ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનાના અંતમાં દાહોદ આવશે તેવી સૂત્રમાંથી માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ, દાહોદના પશ્ચિમ રેલવેના કારખાનામા તૈયાર થયેલ પ્રથમ 9000 H.P. ના ઇલેક્ટ્રિક રેલ્વે એન્જીનનુ લોકાર્પણ કરશે. આ સાથે સ્માર્ટ સીટી અંતર્ગત તૈયાર થયેલા અનેક વિકાસના કામોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને રેલવે અને વહીવટીતંત્ર સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સ્ટેજ, પાર્કિંગ, પાણી, શૌચાલયની વ્યવસ્થા પર ભાર મૂકવામાં આવ્યો હતો. પોલીસ, ફાયર, આરોગ્યની ટીમોને ઇમરજન્સી માટે ખડેપગે રહેવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓને સંકલન અને સમયસર તૈયારી માટે પણ સૂચના આપી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB