રાજ્યના 6 જિલ્લામાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જાણો કયાં જિલ્લાઓમાં પડશે વરસાદ
ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે રવિવારે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે.
6 જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
25 જૂન સુધી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં હાલ મોનસૂન સતત સક્રિય છે. ગુજરાતમાં વરસાદ લાવતી એક સાથે 4 સિસ્ટમ સક્રિય હોવાથી સતત વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટના કારણે આગામી દિવસોમાં હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. લો પ્રેશર એરિયા, સાયક્લોનિક સર્ક્યુલેશન, ટફ રેખા ઓફ શૉરેખા સક્રિય છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 22થી 27 તારીખ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદનુ અનુમાન છે. તો 22થી 24 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. 24 બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે, 27 બાદ ફરી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા છે.
24 કલાકમાં રાજ્યમાં 159 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઈંચ, ખેડબ્રહ્મામાં 10.3 ઈંચ, બનાસકાંઠાના દાંતામાં 8.9 ઈંચ, ઈડરમાં 4.9, મેઘરજમાં 4.6 ઈંચ,સતલાસણામાં 4.6, મોડાસામાં 4.3 ઈંચ, ઉમરપાડામાં 3.3, વિજયનગરમાં 3 ઈંચ, તલોદમાં 2.6, સાગબારામાં 2.2 ઈંચ, દાંતીવાડામાં 2.2, પાલનપુરમાં 2 ઈંચ, ભિલોડામાં 2.2, કપરાડામાં 2 ઈંચ, ક્વાંટ, પ્રાંતિજ, ધનસુરામાં 2-2 ઈંચ,ધનસુરા, પેટલાદ,નડિયાદમાં 1.7 ઈંચ, મહુધામાં 1.6, મહેમદાબાદ 1.6 ઈંચ, નસવાડીમાં 1.5, નાંદોદમાં 1.4 ઈંચ, માલપુરમાં 1.4, કલોલમાં 1.3 ઈંચ,વસો, ભરૂચ, માણસામાં 1.3 ઈંચ, પોશીના, અમીરગઢ, ખાનપુરમાં 1.3 ઈંચ,ગરુડેશ્વર, શિનોર, સંતરામપુરમાં 1 ઈંચ વરસાદ,ધોલેરા, કઠલાલ, હાલોલ, ઉમરગામમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats