ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, શિયાળામાં કોલ્ડ વેવની તીવ્રતા સામાન્ય રહેશે
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટેની આગાહી જાહેર કરવામાં આવી છે, જે મુજબ રાજ્યમાં હાલની ઠંડીનો માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. તાપમાન લગભગ તેના વર્તમાન સ્તરે જળવાઈ રહેશે, જેનો અર્થ છે કે રાજ્યના લોકોને હાલના શીતળ વાતાવરણનો વધુ એક સપ્તાહ સુધી અનુભવ થશે. ઠંડીના મોસમમાં નલિયામાં આજે લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે આ શિયાળા માટે એક મહત્વપૂર્ણ પૂર્વાનુમાન કર્યું છે. જેમાં સમગ્ર શિયાળા દરમિયાન કોલ્ડ વેવની તીવ્રતા સામાન્ય રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે. રાજ્યના બાકીના ભાગોમાં તાપમાન સામાન્યથી થોડું ઉપર રહેવાની શક્યતા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats