MI vs KKR: આજે મુંબઈ અને કોલકાતા વચ્ચે કાંટે કી ટક્કર, બે પોઈન્ટ માટે બંને ટીમ એકબીજા સાથે ટકરાશે

IPL માં આજની મેચ મુંબઈ ઈન્ડિયન્સ વિ કોલકાતા નાઈટ રાઈડર્સ છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આજની મેચમાં બંને ટીમોની નજર બે-બે પોઈન્ટ મેળવવા પર રહેશે. KKR ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.

image
X
IPL 2024માં શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ એકબીજાનો સામનો કરશે. આ મેચ KKR માટે ઘણી મહત્વની છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આજની જીત ટીમને પ્લેઓફની નજીક લઈ જશે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની નજીક છે. ટીમ અત્યાર સુધી પોતાના માટે વિનિંગ કોમ્બિનેશન શોધી શકી નથી.

                                                                       SRH vs RR: રાજસ્થાન સામેની રોમાંચક મેચમાં હૈદરબાદનો વિજય

મુંબઈ પોતાની પ્લેઈંગ 11માં ચેન્જ કરી શકે છે 
કોલકાતા નાઈટ રાઈડર્સના તોફાની બેટિંગ ઓર્ડર માટે જસપ્રિત બુમરાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મુંબઈની ટીમ કોઈ એક સ્પિનરની જગ્યાએ કુમાર કાર્તિકેયને તક આપી શકે છે. મુંબઈની ટીમના તમામ ખેલાડીઓ પસંદગી માટે ઉપલબ્ધ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 158 રન બનાવ્યા હતા. 29ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે પરંતુ સતત મોટી ઇનિંગ્સ રમી શક્યા નથી. ટી-20 વર્લ્ડ કપ પહેલા તેના ફોર્મ પર પણ નજર રહેશે. જ્યારે સૂર્યકુમાર યાદવે બે અડધી સદી ફટકારી છે પરંતુ કેપ્ટન હાર્દિક પંડ્યા બેટ કે બોલથી કઈ જ કમાલ કરી શક્યો નથી પરંતુ તેને T20 વર્લ્ડ કપ ટીમનો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તેથી તેનું મનોબળ વધ્યું હશે.

કોલકતાને પોતાની રમતમાં થોડો સુધાર લાવવો પડશે
શ્રેયસ અય્યરની કપ્તાનીવાળી ટીમે દરેક વિભાગમાં સતત સારું પ્રદર્શન કરવું પડશે. KKR છેલ્લી છમાંથી ત્રણ મેચ હારી ચૂક્યું છે અને રેકોર્ડ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે પંજાબ કિંગ્સ દ્વારા પરાજય થયો હતો પરંતુ પછી KKRએ પુનરાગમન કર્યું અને દિલ્હી કેપિટલ્સને સાત વિકેટથી હરાવ્યું. કોલકાતાને બેટિંગમાં તેમના આક્રમક અભિગમથી ફાયદો થયો છે પરંતુ બોલિંગમાં સુધારાની ખાસ જરૂર છે. મિચેલ સ્ટાર્ક 12 પ્રતિ ઓવરના દરે રન આપી રહ્યો છે અને તેને માત્ર સાત વિકેટ મળી છે. ઓસ્ટ્રેલિયાનો આ ફાસ્ટ બોલર બેટિંગ પીચ પર કઈ જ કમાલ કરી શક્યો નથી. હર્ષિત રાણાએ સૌથી વધુ 11 વિકેટ લીધી છે પરંતુ દિલ્હીના અભિષેક પોરેલની વિકેટ પર આક્રમક ઉજવણી કરવા બદલ તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વૈભવ અરોરાએ પાંચ મેચમાં નવ વિકેટ લીધી છે. વાનખેડે સ્ટેડિયમ તેની બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે પ્રખ્યાત છે અને તેના પર 200થી વધુનો સ્કોર નિશ્ચિત છે.

બંને ટીમની પ્લેઈંગ 11 આવી હોઈ શકે 
KKR:
ફિલ સોલ્ટ (WK), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર(C), વેંકટેશ ઐયર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, દુષ્મંથા ચમીરા/મિશેલ સ્ટાર્ક, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા.

MI:
ઈશાન કિશન (WK), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, પીયૂષ ચાવલા, ગેરાલ્ડ કોએત્ઝી/લ્યુક વુડ, જસપ્રિત બુમરાહ.

Recent Posts

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?

SRH vs GT: જો આજની મેચ કેન્સલ થશે તો ત્રીજી ટીમ પણ પ્લેઓફ માટે નક્કી થશે; આવું બનશે સમીકરણ

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે રમશે છેલ્લી મેચ