MI vs KKR: મુંબઈની પ્લેઓફની આશા થઈ ધુંધળી, કોલકાતાએ પોતાની દાવેદારી મજબૂત કરી

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રને હરાવ્યું. મુંબઈની આ હારથી તેની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. તે જ સમયે, KKRના ખાતામાં 14 પોઈન્ટ છે. શ્રેયસ અય્યરની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની અણી પર છે. મુંબઈ -0.356 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે.

image
X
કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને 24 રને હરાવ્યું. મુંબઈની આ હારથી તેની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. તે જ સમયે, KKRના ખાતામાં 14 પોઈન્ટ છે. શ્રેયસ અય્યરની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની અણી પર છે. મુંબઈ -0.356 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે.
170 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની બેટિંગ લાઇન અપ ફ્લોપ રહી હતી. પાવરપ્લેમાં MIએ 46 રનના સ્કોર પર ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશન 13 રન, નમન ધીર અને રોહિત શર્મા 11-11 રન બનાવીને આઉટ થયા હતા. આ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 35 બોલમાં 56 રન બનાવ્યા હતા. 360 ડિગ્રીના બેટ્સમેને 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ તેની આઈપીએલ કારકિર્દીની 24મી અડધી સદી છે. જ્યારે ટિમ ડેવિડ 24 રન બનાવવામાં સફળ રહ્યો હતો. મુંબઈ માટે તિલકે ચાર, નેહલે છ, પંડ્યાએ એક, ગેરાલ્ડે આઠ, પિયુષે શૂન્ય અને જસપ્રીતે એક રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ 18.5 ઓવરમાં 145 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

સ્ટાર્કનો તરખાટ
સ્ટાર્કે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે ટિમ ડેવિડ, પીયૂષ ચાવલા અને ગેરાલ્ડ કોએત્ઝીને આઉટ કર્યા. તેણે આ મેચમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી.

કોલેપ્સ્ બાદ કોલકતાએ કમબેક કર્યું
કોલકાતાએ 57 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.  ટીમે 57 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈની ઘાતક બોલિંગ સામે સોલ્ટ-નરીન જેવા બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. આ મેચમાં સોલ્ટે પાંચ રન, રઘુવંશીએ 13 રન, શ્રેયસ અય્યરે છ રન, સુનીલ નારાયણે આઠ રન અને રિંકુ સિંહે નવ રન બનાવ્યા હતા.આ પછી મનીષ -વેંકટેશે ચાર્જ સંભાળ્યો . બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 62 બોલમાં 83 રનની ભાગીદારી થઈ હતી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા પાંડેને હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો હતો. તે 42 રન બનાવીને પરત ફર્યો હતો. કોલકાતાને 17મી ઓવરમાં બે ઝટકા લાગ્યા હતા. આન્દ્રે રસેલ આ ઓવરમાં માત્ર સાત રન જ બનાવી શક્યો હતો.

બુમરાહની બૂમ બૂમ
આ મેચમાં મુંબઈના બોલરોએ પણ તબાહી મચાવી હતી. જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે વાનખેડે સ્ટેડિયમમાં પોતાની 50 વિકેટ પૂરી કરી. તેણે રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક અને વેંકટેશ ઐયરને આઉટ કર્યા હતા. અય્યરે મુંબઈ સામે 70 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાંથી છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા આવ્યા હતા. મુંબઈ તરફથી નુવાન તુશારાએ ત્રણ, કેપ્ટન પંડ્યાએ બે અને પિયુષ ચાવલાએ એક વિકેટ લીધી હતી. કોલકાતાની ટીમ 19.5 ઓવરમાં 169 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


Recent Posts

BCCIએ હાર્દિક પંડ્યા પર લગાવ્યો પ્રતિબંધ, IPL 2024ની છેલ્લી મેચમાં કરી બેઠો આ ભૂલ

RCB vs CSK: શું કોહલીના સ્વપ્ન પર પાણી ફરી વળશે ? જાણો કેવું રહેશે છે બેંગલોરનું વાતાવરણ

MI vs LSG: મુંબઈની હાર સાથે તો લખનૌની જીત IPLની સિઝનનો અંત !

MI vs LSG: 215 રનનો પીછો કરવા ઉતરેલી મુંબઈને વરસાદનું વિધ્ન નડ્યું

MI vs LSG: ઔપચારીક મેચમાં લખનૌની લાજવાબ બેટિંગ; મુંબઈને જીતવા 214 રનનું લક્ષ્ય

MI vs LSG: ટોસ હારીને બેટિંગમાં ઉતરેલી લખનૌના પાવરપ્લે સુધીમાં 2 વિકેટે 49 રન

IPL 2024માં પોતાની સફર પૂરી થયા બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતની ઈમોશનલ પોસ્ટ

IPL 2024: પ્લેઓફમાં કોણ રમશે; ધોની કે કોહલી ?

SRH vs GT: જો આજની મેચ કેન્સલ થશે તો ત્રીજી ટીમ પણ પ્લેઓફ માટે નક્કી થશે; આવું બનશે સમીકરણ

ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ કરી સંન્યાસની જાહેરાત, આ દિવસે રમશે છેલ્લી મેચ