MI Vs RR: સંજુ સેમસને ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રણ આપ્યું

IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામસામે છે. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. બીજી તરફ રાજસ્થાન તેની બંને મેચ જીતીને ત્રીજા સ્થાને છે.

image
X
મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રાજસ્થાન રોયલ્સ (RR) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 માં સામસામે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈની ટીમ આ સિઝનમાં અત્યાર સુધી જીતનું ખાતું ખોલાવી શકી નથી. તેણે બે મેચ રમી અને બંને હારી. હાલ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઈન્ડિયન્સ છેલ્લા સ્થાને છે. બીજી તરફ, રાજસ્થાન તેની બંને મેચ જીતીને ત્રીજા સ્થાને છે.

રાજસ્થાન સામે મુંબઈનો હાથ ઉપર
IPLમાં અત્યાર સુધી મુંબઈનો રાજસ્થાન સામે ઉપર હાથ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 મેચ રમાઈ છે, જેમાં મુંબઈએ 15 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી હતી. જો આપણે છેલ્લી 5 મેચોની વાત કરીએ તો તેમાં પણ મુંબઈનો હાથ રહ્યો છે. આ દરમિયાન તેણે 4 મેચ જીતી છે. એકમાં રાજસ્થાનનો વિજય થયો હતો.

જસપ્રીત બુમરાહ 150 વિકેટ પૂરી કરી શકે છે
મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આઈપીએલમાં 150 વિકેટો પૂરી કરી શકે છે. તેમને આ મુકામ હાસિલ કરવા માત્ર બે વિકેટની જરૂર છે. 'હિટમેન' રોહિત શર્મા IPLમાં કેચની સદી પૂરી કરવાની નજીક છે. આ કરવા માટે તેમને કેચની જરૂર છે. રાજસ્થાન રોયલ્સનો ઓપનર યશસ્વી જયસ્વાલ IPLમાં 150 ચોગ્ગા પૂરા કરવા જઈ રહ્યો છે. તેને માત્ર બે ચોગ્ગાની જરૂર છે.

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
MI:
ઈશાન કિશન (WC), રોહિત શર્મા, નમન ધીર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (C), ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોએત્ઝી, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જસપ્રિત બુમરાહ અને ક્વેના મફાકા.

RR:
યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (C/WC), રાયન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, નંદ્રે બર્જર અને યુઝવેન્દ્ર ચહલ.

MI vs RR
કુલ મેચો: 28
MI: 15
RR: 12
પરિણામ નહીં: 1

Recent Posts

ફિલિપાઇન્સનાં ફાટ્યો કાનલોન જ્વાળામુખી, 87,000 લોકોનું કરાયું સ્થળાંતર

Ahmedabad: શાહપુરમાં ખાસ મિત્ર સાથે બોલાચાલી થતા કરી મિત્રની હત્યા, 4 દિવસ પહેલા જ વિદેશથી આવ્યો હતો યુવક

શેખ હસીનાનું મોટું નિવેદન, મોહમ્મદ યુનુસને ગણાવ્યા બાંગ્લાદેશની અશાંતિનો 'માસ્ટર માઈન્ડ'

સોલામાં પીસીબીએ ફાર્મહાઉસમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, લાખોની રોકડ સહિત 16 જુગારી ઝડપાયા

લાલુ યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, કહ્યું- ઈન્ડિયા બ્લોકની કમાન મમતાને સોંપી દેવી જોઈએ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને લઈને અમદાવાદમાં વિરોધ, શહેરના તમામ વિસ્તરના હિન્દૂ સંગઠનો થયા એકઠા

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને મળ્યું કોર્ટમાંથી સમન્સ, જાણો શું છે મામલો

'દેશમાં 994 મિલકતો પર વકફનો ગેરકાયદેસર કબજો...', કેન્દ્રએ સંસદમાં કુલ 872352 મિલકતોની આપી વિગતો

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલી

અંક જ્યોતિષ/ 10 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?