સુરતમાં નશો કરવા 20 રૂપિયા આપવાની ના પાડતા સગીરની હત્યા, આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પરિવારજનો રસ્તા પર ઉતર્યા
સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય સગીરની હત્યા કરી નાંખવામાં આવી છે. પરેશ વાઘેલા નામના કિશોરની સાવ નજીવી બાબતે હત્યા કરાતા પરિવાર અને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજે આ ઘટનાને લઇને મૃતક કિશોરના પરિવારના લોકો અને સમાજના લોકો કાપોદ્રા પોલીસસ્ટેશને પહોંચ્યા હતા. મહિલાઓએ આરોપીને ફાંસીની માંગ સાથે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ સ્ટેશનની આજુ-બાજુ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ન્યાયની માંગ સાથે લોકોને પોલીસ સ્ટેશન જતા રોકવામાં આવ્યા હતા.
ગઇકાલે રાત્રે કાપોદ્રા વિસ્તારમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા 17 વર્ષીય કિશોર પરેશ વાઘેલાની નજીવી બાબતની હત્યા કરી નાંખવામાં આવી છે. નશેડી રઘુ શેટ્ટીએ કિશોર પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ કિશોર પાસે 10 જ રૂપિયા હતા જેના કારણે તેણે પૈસા આપવાની ના પાડી હતી. જેના કારણે રઘુ શેટ્ટી ગુસ્સે થઇ ગયો હતો. ગુસ્સે ભરાયેલા રઘુએ કિશોરની ચપ્પુનાં ઘા ઝીકી દીધા હતા. જેના કારણે કિશોર મૃત્યુ પામ્યો.આટલું જ નહીં રઘુએ રીક્ષાવાળાને થોડેક દૂર સુધી મુકવા કીધું હતું પરંતુ રિક્ષાવાળાએ ના પાડતાં તેને પણ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા.
મૃતક કિશોર 4 બહેનોનો એક નો એક ભાઇ હતો. દિકરાનું મોત થતા પરિવારમાં શોકનો મોજું ફરી વળ્યું હતું. ગઇકાલે રાત્રે પણ કાપોદ્રા વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે અન્ય પોલીસ સ્ટેશનની પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. મોડી રાત્રે 12 વાગ્યે મામલો થાળે પડ્યો હતો. જ્યારે આજે મૃતકના પરિવારના સભ્યો અને સમાજના લોકો આરોપીને ફાંસી આપવામાં આવે તે માંગ સાથે રસ્તા પર ઉતરી પડ્યા છે. મહિલાઓ આ ઘટનાને લઇને રણચંડી બની છે. ત્યારે લોકો દ્વારા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરવામાં આવતા પરિસ્થિતિ તંગ બની ગઇ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats