માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે. ત્યારે સવાલ એ છે કે જો નેતાઓને પણ ચીમકી આપી કામ કરવું પડે છે તો જનતાની શું પરિસ્થિતિ હશે.

image
X
ચૂંટણી પૂર્ણ થતાં જ હવે અધિકારીઑ સામે નેતાઓ મેદાને પડ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ માણાવદરના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર મુદ્દે પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે. 

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો.

લાડાણીએ અલ્ટીમેટમ આપ્યું 
 ધારાસભ્ય અરવિંદ લાડાણીએ  મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો. પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો. માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે.  જો કે વાયરલ વિડીયોમાં ધારાસભ્ય ભાષાની મર્યાદા પણ ચૂકી ગયા હતા. 

Recent Posts

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ટીમ જીત તરફ અગ્રેસર; પાકિસ્તાને 109 રનનો ટાર્ગેટ આપ્યો

જમ્મુમાં થઈ રહેલા હુમલાઓને લઈને અમિત શાહ એક્શન મોડમાં; બધી એજન્સીઓના વડાઓ સાથે બેઠક કરી