ગીર સોમનાથમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થતી હોવાનો MLA વિમલ ચુડાસમાનો ગંભીર આરોપ, પત્ર લખી કાર્યવાહી કરવા કરી રજૂઆત
મહેશ ડોડિયા, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી હોવાના મામલે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે સીધા જિલ્લા પોલીસ વડાને પત્ર લખીને આ પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે, જેના કારણે જિલ્લાના રાજકારણ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તેમના પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય વિસ્તારો ખાસ કરીને વેરાવળ, ભીડીયા, અને પાટણમાં, કાયદાનો ડર રાખ્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.
ધારાસભ્યે તેમના પત્રમાં આ મુખ્ય ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓનો કર્યો ઉલ્લેખ
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, આ વિસ્તારોમાં વિદેશી દારૂનું વેચાણ ખુલ્લેઆમ થતું હોવાનો MLA વિમલ ચુડાસમાએ આરોપ લગાવ્યો છે. યુવાનોને ગેરમાર્ગે દોરતી ક્રિકેટ સટ્ટાબાજી અને અન્ય જુગારની પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલતી હોવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સ જેવી અત્યંત ગંભીર પ્રવૃત્તિઓ પણ ચાલતી હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો છે.
પોલીસને કડક કાર્યવાહી કરવા રજૂઆત
ધારાસભ્ય ચુડાસમાએ પોલીસ વડાને વિનંતી કરી છે કે આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વગર ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે જો આ પ્રવૃત્તિઓને તાત્કાલિક અટકાવવામાં નહીં આવે, તો યુવાધન અને સમાજ માટે તે ભારે નુકસાનકારક સાબિત થશે.
ધારાસભ્યના આ ખુલ્લા પત્રને કારણે જિલ્લા પોલીસ વડા હવે શું પગલાં લે છે તેના પર સૌની નજર ટકેલી છે. આ મુદ્દે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા થયા છે, અને આવનારા દિવસોમાં આ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats