ગુજરાતમાં 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ, આગામી દિવસોમાં મોકડ્રીલની તારીખોની કરાશે જાહેરાત
ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 29 મેના રોજ થનારી મોકડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી કારણોસર ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં થનારી મોકડ્રીલ મોકૂફનો નિર્ણય રાખવામાં આવી છે. તંત્રએ જણાવ્યા મુજબ, ઓપરેશન શિલ્ડ હેઠળ મોકડ્રીલ માટેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, 29 મેના રોજ યોજાનારી મોકડ્રીલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તમામ રાજ્યોમાં યોજાનારી મોકડ્રીલ કોઈ કારણસર મોકૂફ રાખાઇ છે. 29 મેના રોજ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુકાશ્મીરમાં મોકડ્રિલ યોજાવવાની હતી જે હવે મોકૂફ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ઓપરેશન શિલ્ડ હેઠળ આ મોકડ્રિલ થવાની હતી, જોકે વહીવટી કારણોસર મોકડ્રીલને મોકૂફ રખાઇ છે. હવે આગામી દિવસોમાં મોકડ્રીલ કરવાની નવી તારીખ જાહેર કરાશે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકીના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને તણાવને લઈ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મોકડ્રીલ યોજવામાં આવી હતી. ભારત સરહદ પર સિઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત 5 રાજ્યોમાં ફરી મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો, પરંતુ વહીવટી કારણોસર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારત સરહદે આવેલા ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીરમાં સાંજના 5થી 8 વાગ્યા સુધી 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રિલ યોજવાનો નિર્ણય કરાયો હતો. આ મોકડ્રીલનો હેતુ કટોકટીની સ્થિતિમાં નાગરિકો, વહીવટી તંત્રની તૈયારી તપાસવાનો છે, આ મોકડ્રીલના કારણે કોઈપણ સંભવિત જોખમનો સામનો કરી શકાય માટે દેશના લોકોને યુદ્ધની સ્થિતિ અંગે જાગ્રત થાય તેવા માટે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. ઓપરેશ શિલ્ડ હેઠળ મોકડ્રીલનું આયોજ કરવાનો મુખ્ય હેતું, જ્યારે યુદ્ધ દરમિયાન લોકોના બચાવ કામગીરીની તાલીમ આપવામાં આવશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB