“મા કભી રિટાયર નહીં હોતી “
માતા બન્યા બાદ એ સ્ત્રીની એકજ અને સૌથી મોટી ઓળખ રહે છે અને એ છે એક માતાની ઓળખ…
તોરલ કવિ, અમદાવાદ/ એક ખૂબ સફળ નાટક હતું, બા રીટાયર થાય છે. આ નાટકનું નામ આજે એટલા માટે યાદ આવ્યુ છે કારણકે, કંઇક એવા જ વિષય પર આજે મારે પણ વાત કરવી છે. બા, મા, માતા મમ્મીકે મોમ…. કેટકેટલા સંબોધન એક એવી વ્યક્તિ માટે જેણે આપણને જન્મ આપ્યો છે. જેણે આપણને જીવન આપ્યું છે, જેણે આપણનેઆ દુનિયાથી અવગત કરાવ્યા છે. આ બધુ જ જેણે આપણા માટે કર્યુ એ આપણી મમ્મીની પાછા દુનિયા પણ આપણે.
કાયમ સાંભળ્યુ છે કે મા બનતા જ એક સ્ત્રીની આખી દુનિયા બદલાઇ જાય છે અને એટલે જ માતૃત્વને ઇશ્વરનો શ્રેષ્ઠ આશિર્વાદ કહ્યો છે. એક સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી તેના જીવનનું કેન્દ્ર બને તેનું આવનાર બાળક. તેના આચાર -વિચાર, વર્તન વ્યવહાર બધામાં માત્ર તેનું આવનાર બાળક અને તેની ચિંતા, તેના ક્ષેમકુશળ જ કેન્દ્રમાં હોય છે.
કદાચ ત્યારથી જ એક માતાની ‘ડ્યુટી’ શરૂ થઇ જાય છે અને એ જીવનના ધબકાર સાથે વણાઇ પણ જાય છે. બાળકનો જન્મ, તેનો બહેતર ઉછેર, તેની સ્કુલ સતત એક પછી એક કામમાં તેના સંતાનની બહેતરીના વિચારમાં ઓતપ્રોત રહે છે એક મા.
મા એમ વિચારે છે કે સંતાનની સ્કુલીંગ પતે એટલે મા થોડી ફ્રી.. પણ એમ થતુ તો નથી. પછી સંતાનની કોલેજ, તેના મિત્રો, તેના શોખ, તેના ગમા અણગમા બધામા સતત પરોવાયેલી રહે છે એક માતા. માતા વર્કીંગ હોય કે હોમમેકર…. બન્ને રૂપમાં હોય છે તો માત્ર મા… બન્નેની પધ્ધતિ કદાચ અલગ હોઇ શકે પણ બન્નેના ર્હદયમાં હોયછે માત્ર તેમના સંતાનની ચિંતા, અને વિચાર.
સંતાન ભણીગણીને મોટો થાય, એટલે તેના લગ્નની ચિંતા - યોગ્ય પાત્ર સંતાનને મળે તેવી મનના ઉંડાણમાં રહેલી આશા. સતત મા તોઆજ વિચારોમાં, કામનાઓમાં ખોવાયેલી રહે છે ને. માત્ર સંતાનની ચિંતા અને ઉછેર જ નહીં તેના ઉજ્જવળ ભવિષ્યના પ્રયાસોમાં વ્યસ્ત રહે છે. એક સ્ત્રી માતા બન્યા બાદ સ્ત્રી મટીને માત્રરહી જાય છે એક માતા….
અને એટલે જ કહેવાય છે ને કે માતા બન્યા બાદ એ સ્ત્રીની એકજ અને સૌથી મોટી ઓળખ રહે છે અને એ છે એક માતાની ઓળખ. એટલે જ મા બન્યા બાદ તેના છેલ્લા શ્વાસ સુધી તે વ્યસ્ત રહે છે, પરોવાયેલી રહે છે, ખોવાયેલી રહે છે… વ્યસ્ત તેના સંતાનના ઉછેરમાં, ખોવાયેલી તેની બહેતરીમાં, પરોવાયેલી માત્ર સંતાનના જ જીવનની એક એક ક્ષણને સુરક્ષીત રાખવામાં એટલે જ તો કહે છે કે મા કભી રિટાયર નહીં હોતી….
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB
TV13 Web : http://www.tv13gujarati.com/