લગ્નને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે. લગ્ન એ ખુશીઓ અને હૃદયને જોડવાનો પ્રસંગ છે. આ દિવસે લોકોને બીજાની ખુશીમાં ભાગ લેવાનો પણ મોકો મળે છે. ક્યારેક આ ખુશી એટલી વધી જાય છે કે લોકો પોતાની સંપત્તિને લોકોમાં વહેચીને ખુશી મેળવે છે. આવી જ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી હતી. જ્યાં લગ્નના સરઘસ પર આકાશમાંથી નોટોનો વરસાદ થયો હતો. આખા મહોલ્લાના લોકો તેને લૂંટવા માટે દોડી આવ્યા હતા.
આકાશમાંથી નોટોનો થયો વરસાદ
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના વરઘોડામાં લોકો ઝાડ પરથી પાંદડા ખરી રહ્યા હોય તેમ નોટો ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના વરઘોડામાં આકાશમાંથી 10 અને 20 રૂપિયાની નોટોનો વરસાદ થઈ રહ્યો છે. ઉપરથી નોટોનો વરસાદ થતા વિસ્તારના તમામ લોકો એકઠા થયા છે અને નોટોની લૂંટ ચલાવી રહ્યા છે. નોટોની સંખ્યા એટલી વધારે છે કે કોઈ તેને હાથમાં લઈ શકે તેમ નથી. તે ગમે તેટલી નોટો વીણે તો પણ તે ખુટી રહી નથી.
અહીં જુઓ વાયરલ વીડિયો:
વીડિયો જોયા બાદ લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોને @jaanshine112233 નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેને આ સમાચાર લખાય છે ત્યાં સુધી લાખો લોકો જોઈ અને પસંદ કરી ચૂક્યા છે. ઘણા લોકોએ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. જ્યાં એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું, 'આ લોકો 10 રૂપિયાની નોટો ઉડાવીને અમીર બની રહ્યા છે.' બીજાએ લખ્યું, 'જો તમે અહીં કોઈ ગરીબ વ્યક્તિને નોટ આપી હોત તો તે આશીર્વાદ આપોત'. ત્રીજાએ લખ્યું, 'કાશ આપણા પર પણ એવો જ પૈસાનો વરસાદ થાય.'