રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

image
X
એક તરફ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અમદાવાદ, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આજે રાજ્યમાં કચ્છ, દ્વારકા, સાબરકાંઠા અને અમરેલી જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો. ગઇકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ કચ્છમાં પડ્યો હતો, આજે સતત બીજા દિવસે કચ્છમાં વરસાદ પડ્યો, જિલ્લામાં રાપર અને અંજાર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 

કેરીનાં પાકને થઈ શકે છે નુકશાન 
ગઇકાલે અમરેલી જિલ્લામાં વરસાદનો માહોલ હતો ત્યારે આજે અમરેલી જિલ્લામાં પણ સતત બીજા દિવસે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયુ, જેમાં ખાસ કરીને દલખાણીયા, આંબાગાળા, પાણીયા, મીઠાપુરમાં વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનીની ભીતી સેવાઇ રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. 

અમદાવાદમાં વરસાદ 
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અચનાક જ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતાં વરસાદ શરૂ થયો છે. આ દરમિયાન એસજી હાઈવે, ગોતા, વંદેમાતરમ, રાણીપ વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયુ છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. 

ભાવનગરમાં વરસાદ 
ભાવનગર જિલ્લાના ગારિયાધારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.  ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો  કડાકા ભડાકા સાથે ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.  ટીબા ,સુખપર , મોટીવાવડી ,માનપુર ,ખારડી ,સીતાપુર ,પાનસડા જાળીયા ,માંડવી સહિત ગામોમાં વરસાદી ઝાપટા પડયા

મહેસાણામાં વરસાદ 
 મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે.  ધીમીધારે મહેસાણા શહેર અને જિલ્લામાં વરસાદ વરસ્યો છે.  કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

 બે દિવસ વરસાદની આગાહી 
  હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Recent Posts

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ

ઈરાનના દિવંગત રાષ્ટ્રપતિના સન્માનમાં આજે ભારતમાં રાષ્ટ્રીય શોક

વડાપ્રધાન આજે પોતાના મતવિસ્તારમાં એક વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે; વારાણસીમાં જોવા મળશે મિની ઈન્ડિયા

અમે રસ્તા પર નમાજ જ નહીં, મસ્જિદો પરથી માઈક પણ હટાવી દીધા; યોગીની દિલ્હીમાં ગર્જના