Ms Dhoni બન્યા શરેબજારના નિષ્ણાત, ટેક્નિકલ ભાષામાં કરી વાતો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક સફળ ક્રિકેટર તરીકે ઓળખાય છે. આ સિવાય તે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી રહ્યા છે. પરંતુ હવે ધોનીનું બીજું અલગ જ રૂપ જોવા મળ્યું છે. તેઓ શેરબજાર વિશે ઊંડાણપૂર્વક વાત કરતા જોવા મળ્યા હતા
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એક સફળ ક્રિકેટર તરીકે ઓળખાય છે. આ સિવાય તે એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી રહ્યા છે. પરંતુ હવે ધોનીનું બીજું અલગ જ રૂપ જોવા મળ્યું છે. તેઓ શેરબજાર વિશે ઊંડાણપૂર્વક વાત કરતા જોવા મળ્યા હતા. વાત જાણે એમ છે કે બેંગલુરુમાં એક ઈવેન્ટ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની શેરબજાર વિશે પોતાના મંતવ્યો આપી રહ્યા હતા. જે તેનું અલગ સ્વરૂપ હતું. તે શેરબજાર સંબંધિત ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરી રહ્યો હતો. સ્ટાઈલ તેની એવી મસ્ત હતી.
MS Dhoni talks about Options Trading and Analysts ????????✅ pic.twitter.com/vLrAvR5sY7
— Kritesh Abhishek (@kritesh_rocks) October 26, 2023
ધોની હવે શેરબજારના નિષ્ણાત?
વીડિયોમાં દેખાઈ છે કે તે શેરબજારના નિષ્ણાતોની વચ્ચે બેઠા છે. એક સવાલના જવાબમાં ધોનીએ કટાક્ષ કર્યો, 'આ લોકો ખુશ થઈ રહ્યા છે અને મારો પોર્ટફોલિયો બે દિવસમાં 8 ટકા ઘટી ગયો છે. આ લોકો એક દિવસ કહે છે કે આજે 19300 પર નિફ્ટીને મજબૂત સપોર્ટ છે અને તે ઉપર જશે. પરંતુ બીજા દિવસે નિફ્ટી 18800 પર આવે છે અને પછી તેઓ કહે છે કે હવે બજાર નીચે જશે" ધોનીની આ સ્ટાઈલ સાંભળીને લોકો હસવા લાગે છે કારણ કે તે આ વાતો ખૂબ જ રમૂજી રીતે કહી રહ્યો હતો. પરંતુ અંતમાં એમએસ ધોનીએ કહ્યું કે આ લોકો સારું કામ કરી રહ્યા છે. દેશના યુવાનો હવે શેરબજારમાં રોકાણ કરવા માટે આગળ વધી રહ્યા છે અને આ લોકો તેમને યોગ્ય રીતે માર્ગદર્શન આપી રહ્યા છે. આ એક ઉત્તમ કાર્ય છે.
ટેકનિકલ શબ્દોનો ભરપૂર ઉપયોગ થતો હતો
પરંતુ ધોનીએ જે રીતે કહ્યું કે બે દિવસના ઘટાડાથી તેનો પોર્ટફોલિયો 8 ટકા નીચે આવ્યો છે, તે સ્પષ્ટ છે કે તે શેરબજારમાં પોતાનો હાથ અજમાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં તેઓ શેરબજારને લગતા ટેકનિકલ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા હતા અને તાજેતરની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી રહ્યા હતા. આ કાર્યક્રમમાં શેરબજાર સાથે સંકળાયેલા લોકો પણ જોડાયા હતા.
યુવાનોને આપી સલાહ
આ સિવાય કાર્યક્રમમાં ધોનીએ ક્રિકેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો પણ શેર કરી હતી. મેદાન પર પોતાની ચોક્કસ વ્યૂહરચના માટે પ્રખ્યાત મહેન્દ્ર સિંહ ધોની અહીં બેચલર્સને સલાહ આપતા જોવા મળ્યા હતા. ધોની એ લોકોને ખાસ સંદેશ આપતા જોવા મળ્યો હતો જેઓ વિચારે છે કે 'મારા વાળી અલગ છે' તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગ્ન અને પ્રેમ વિશે બોલતા, એમએસ ધોનીએ કહ્યું- જો તમને કોઈ એવી વ્યક્તિ મળે જેની સાથે તમે ખરેખર ખુશ છો, તો કૃપા કરીને લગ્ન કરો.
તમને જણાવી દઈએ કે ધોની ભારત માટે છેલ્લે 2019 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમ્યો હતો. તે પછી તેણે 15 ઓગસ્ટ 2020 ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી. પરંતુ તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે અને તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ 5 વખત ચેમ્પિયન બનાવી છે. ક્રિકેટ સિવાય ધોની ખેતીમાં પણ હાથ અજમાવી રહ્યો છે.