લોડ થઈ રહ્યું છે...

મુંબઈ: વિક્રોલીના બુદ્ધ વિહારમાંથી 12 કિલોની પંચધાતુની મૂર્તિની ચોરી, પોલીસે 24 કલાકમાં ઓપરેશન પાર પાડ્યું

image
X

મુંબઈના વિક્રોલી વિસ્તારમાં ભગવાન ગૌતમ બુદ્ધની જાપાની બનાવટની પંચધાતુ મૂર્તિની ચોરીનો કેસ ઉકેલતા, વિક્રોલી પોલીસે માત્ર 24 કલાકમાં મૂર્તિ શોધી કાઢી. પોલીસે આ સંવેદનશીલ મામલાને ખૂબ જ સાવધાની સાથે સંભાળ્યો જેથી સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ન જાય...

આ ઘટના 13 નવેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યે બની હતી, જ્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ કન્નમવાર નગર-2 માં સ્થિત સ્થાનબોધિ બુદ્ધ વિહારમાંથી 12 કિલોગ્રામની પ્રાચીન મૂર્તિ અને પીવાના પાણીના નળની ચોરી કરી હતી. IPC 305(d) હેઠળ વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે સમગ્ર ઘટનાને પગલે 130 સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. CCTV ફૂટેજના આધારે રિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિક્રોલીથી માહિમ સુધી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ ખભા પર ભારે સફેદ બેગ લઈને વિક્રોલી રેલ્વે સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો.

દરેક સ્ટેશનના  CCTV ફૂટેજ ચેક કર્યા

માહિમ પૂર્વના ફૂટેજમાં, આરોપી ભંગારની દુકાનમાં પ્રવેશતો જોવા મળ્યો. પૂછપરછમાં, ભંગારની દુકાનના માલિકે સ્વીકાર્યું કે તેણે આરોપી પાસેથી તે જ મૂર્તિ ખરીદી હતી. સમગ્ર મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં એક ચોર, એક ખરીદનાર હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. પૂછપરછના આધારે, આરોપીની ખાર વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. તે બાંદ્રા-ખાર વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ઉપાડતો હતો.

ધરપકડ કરાયેલા આરોપીઓ

  • જીતેન્દ્ર ઉર્ફે જીતુ લખનરામ બિંકર (46), બાંદ્રા (પશ્ચિમ) - મૂર્તિ ચોરીનો આરોપી

  • માર્ટિન કમલ કન્નન ઉર્ફે મુરુગન (૪૬), અંધેરી (પશ્ચિમ) - ચોરાયેલી મૂર્તિ ખરીદવાનો આરોપી

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.cm/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujaorati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB