નર્મદા: લોકોના હક્કનું અનાજ પચાવી પાડવા ભાજપ,કોંગ્રેસ અને આપના આગેવનોએ મિલાવ્યો હાથ, દરોડા પડતાં જ ફૂટ્યો મોટો ભાંડો

નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે.

image
X
નર્મદાના સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી,સંગ્રહખોરી કૌભાંડમાં રાજકીય પક્ષોના કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવતા રાજકીય પક્ષોમાં હલચલ મચી જ્વા પામી છે. જેમાં ત્રણ રાજકીય પક્ષોના ચાર આરોપીઓ ભાજપા, કૉંગેસ ને આમ આદમી પાર્ટીના કાર્યકરોહોવાનું પત્રકાર પરિષદના નર્મદા પોલીસે ખુલાસો કરતા રાજકીય આગેવાનોમાં સોપો પડી ગયો છે 

આજે રાજપીપલા ખાતે જિલ્લા પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યુ હતું કે સાગબારા સરકારી અનાજની ગેરકાયદેસર હેરાફેરી તથા સંગ્રહખોરી કરતા ગોડાઉન ઉપર મામલતદાર સાગબારાએ કરતા રેડ પાંચપીપળી રોડ સેલંબા ખાતે ખાનગી ગોડાઉનમા સરકારી અનાજ ધંઉનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે થતો હોવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. છાપો મારતા રૂ.3 લાખ નો સરકારી અનાજકબ્જે કરી પકડાયેલ ઇસમો વિરૂધ્ધ નર્મદા પોલીસે ગુનો દાખલ કર્યો છે 

આટલું ઝડપાયું સરકારી અનાજ 
મામલતદાર દ્વારા પાડવામાં આવેલ રેડ દરમિયાન  10હજાર કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો છે. ટેમ્પો ચાલક ટેમ્પો મૂકીને ફરાર થઈ ગયો છે. આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતાં  તપાસમાં મહત્વની વિગત સામે આવી છે. જેમાં  સરકારી અનાજ વિતરણનું બોર્ડ લગાડેલ ન હતુ. ટેમ્પામાં જી.પી.એસ. સીસ્ટમ પણ  બંધ હતી.એટલું જ નહીં ખાનગી ગોડાઉનમાં
સી.સી.ટી.વી. કેમેરા પણ બંધ હતા. 
કૌભાંડ કરવા આ નેતાઓની મિલી ભગત 
કૌભાંડ કરવામાં 'આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા',   ચાર આરોપીઓ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો નીકળ્યા, તમામની ધરપકડ કરવા નર્મદા પોલીસે કર્યા ચક્રો ગતિમાન, રાજપીપળામાં જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી, ભાવેશ કાનજીભાઇ ડાંગોદરા ઇન્ચાર્જ મેનેજર, સરકારી ગોડાઉન, દૌલત ભાંગાભાઇ નાઇક  અને આનંદ દેસીંગ વસાવા આ બંને કોંગ્રેસ કાર્યકર્તા છે જ્યારે રાજેન્દ્ર રામસિંગ વસાવા, જયકુમાર દિનેશભાઇ વસાવા અને મનીષ ગવરચંદ શાહ આ ત્રણેય ભાજપના કાર્યકર્તા છે. જ્યારે  શૈલેન્દ્રસિંહ બહાદુરસિંહ વસાવા આમ આદમી પાર્ટીના  નર્મદા જિલ્લા ઉપપ્રમુખ છે.  

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 8ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમય અને પૈસાની થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર