લોડ થઈ રહ્યું છે...

Narmada: PM મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, વડોદરા એરપોર્ટથી કેવડિયા બાય-રોડ જવા રવાના, વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી

image
X

રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં ભાગ લેવા માટે PM નરેન્દ્ર મોદી આજે વડોદરાથી કેવડિયા એકતાનગર જવા રવાના થયા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં યોજાનાર ભવ્ય ઉજવણીમાં પ્રધાનમંત્રીની હાજરીને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે.

PM મોદી વડોદરા એરપોર્ટ પર આગમન બાદ  તેઓ કેવડિયા જવા માટે રવાના થયા છે. હાલ વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ અને ખરાબ હવામાનને કારણે તેમના પ્રવાસની રીતને લઈને ચર્ચા તેજ બની છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી બાય રોડ કેવડિયા જવાનો નિર્ણય લીધો છે. PM મોદી વડોદરા એરપોર્ટથી બાય-રોડ મારફતે કેવડિયા પહોંચશે. આ વચ્ચે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ બંનેએ ભારે બંદોબસ્ત ગોઠવી દીધો છે. માર્ગ ઉપર ટ્રાફિક કંટ્રોલથી લઈને સુરક્ષા ચકાસણી સુધીની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.

વડોદરા એરપોર્ટથી લઈને કેવડિયા માર્ગ સુધી સુરક્ષા દળો, પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર સક્રિય દેખાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં રોડ ક્લિયરન્સ, ચેકપોસ્ટ અને કાફલા માટેના રૂટના નિર્ધારણની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકાર અને એસપીજીના અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક થઈ રહ્યો છે જેથી પ્રધાનમંત્રીની યાત્રા દરમિયાન કોઈ વિઘ્ન ન પડે. વરસાદી માહોલ છતાં PMની મુલાકાતને લઈ લોકોમાં ઉત્સાહ અને આતુરતા જોવા મળી રહી છે.

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.cm/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujaorati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB