Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે. તેઓ આજે નર્મદામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે. ત્યારે ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી નિમીત્તે તેઓ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ 9700 કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપી. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમીત્તે ડેડિયાપાડામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે ભવ્ય રોડ શો બાદ તેઓ વિશાળ જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર ધારદાર પ્રહારો કર્યા હતા.
સ્વતંત્રતા સંગ્રામના જનજાતિ સમાજના યોગદાનને ભૂલાવી ન શકાય:PM
આદિવાસી સમાજે અગણિત ક્રાંતિઓ થકી આઝાદી માટે પોતાનું રક્ત વહાવ્યુ. ગોવિંદ ગુરુ જેમણે ભગત આંદોલનનું નેતૃત્વ કર્યુ. રાજા રૂપસિંહ નાયક, જેમણે બ્રિટીશ સરકાર સામે મોટી લડત આપી. સેંકડો આદિવાસીઓએ દેશ માટે શહાદત વહોરી. જલિયાવાલા જેવી ઘટના સાબરકાંઠાના પાલચિતરાયામાં ઘટી. સ્વતંત્રતા સંગ્રામના આવા કેટલાય આધ્યાય, જનજાતિય ગૌરવ અને આદિવાસી શૌર્યથી રંગાયેલા છે.
2014 પહેલા ભગવાન બિરસા મુંડાને કોઈ યાદ કરનારનું નહોંતુ: PM
આવનારી પેઢી યાદ રાખે એટલા માટે દેશમાં અનેક ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં રાજપીપળામાં 25 એકર જમીન પર ટ્રાયબલ મ્યુઝિયમ આકાર લઈ રહ્યુ છે. રાંચીમાં જે જેલમાં ભગવાન બિરસા મુંડા રહ્યા, ત્યાં ભવ્ય મ્યુઝિયમ બનાવવામાં આવ્યુ છે. અહીં ભીલ, ગામીત, વસાવા, ગરાસીયા, કોંકણી, ચૌધરી, ડબલા, નાયક, કુંભી, વરલી સહિતની જનજાતિઓની બોલીઓનું અધ્યયન થશે, તેમની જીવનશૈલીમાં વિજ્ઞાન છુપાયેલુ છે. તેમની કહાનીઓમાં દર્શન છે. તેમની ભાષામાં પર્યાવરણની સમજ છે. શ્રી ગોવિંદ ગુરુ ચેન આ સમૃદ્ધ પરંપરા સાથે નવી પેઢીને જોડવાનું કામ કરશે.
કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો:PM
દેશમાં 6 દાયકા સુધી રાજ કરનારી કોંગ્રેસે આદિવાસીઓને તેમના હાલ પર છોડી દીધા, આદિવાસીઓમાં કુપોષણની સમસ્યા, શિક્ષણનો અભાવ, કનેક્ટીવિટીનું નામોનિશાન ન હતુ. આ અભાવ જ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગઈ અને કોંગ્રેસની સરકારો હાથ પર હાથ ધરીને બેઠી રહી. પરંતુ ભાજપ માટે આદિવાસી કલ્યાણ સર્વોચ્ચ પ્રાથમિક્તા રહી. અમે આદિવાસીઓે સાથે થઈ રહેલા અન્યાયને સમાપ્ત કરશુ. તેમના સુધી વિકાસ પહોંચાડશુ. આઝાદી બાદ પણ આ સમાજ માટે કોઈ કામ થયા નહીં. આદિવાસી સમાજ તો ભગવાન રામ સાથે જોડાયેલો છે. એટલો જુનો સમાજ છે પરંતુ 6-6 દાયકા સુધી કોંગ્રેસની સરકારોએ તેમના ઉત્થાન માટે કોઈ કામો કર્યા નહીં.
આજે દરેક ક્ષેત્રે આદિવાસી યુવકો આગળ વધી રહ્યા છે: PM મોદી
એકલવ્ય મોડલ આદિવાસી સ્કૂલ માટે 18000 કરોડનો ખર્ચ કરાયો. આદિવાસી યુવાઓને જ્યારે અવસર મળે છે તો તેઓ દરેક ક્ષેત્રમાં આગળ આવવાની તાકાત રાખે છે. તેમની હિંમત અને તેમની કાબેલિયત તેમને વારસામાં મળેલા હોય છે. આપણે મેરી કોમ, દુતી ચંદ, જેવા ખેલાડીઓના નામ સાંભળ્યા હતા. હવે અનેક મોટી પ્રતિયોગીતામાં ટ્રાયબલ ખેલાડીઓ આગળ આવી રહ્યા છે. મહિલા ક્રિકેટ ટીમમાં પણ આદિવાસી દીકરીની પ્રતિભા જોવા મળી છે.
વડાપ્રધાને કહ્યુ કોંગ્રેસે આદિવાસીઓને એમના હાલ પર છોડી દીધા. “આદિવાસી વિસ્તારોમાં કુપોષણ અને સ્વાસ્થ્યની સમસ્યા હતી, આદિવાસી વિસ્તારમાં વિકાસ રૂંધાયો, એક રીતે આદિવાસીઓને વિકાસથી વંચિત રખાયા હતા, આદિવાસીઓનું કલ્યાણ પહેલાથી ભાજપનું ધ્યેય રહ્યો છે, કોંગ્રેસની સરકારોએ આદિવાસીઓ સાથે અન્યાય કર્યો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats