નેપાળે 100 રૂપિયાની નવી નોટમાં વિવાદિત વિસ્તારોનો કર્યો સમાવેશ, નાપાક ઈરાદા આવ્યા સામે

વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હતો. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

image
X
પાડોશી દેશ નેપાળ કંઈક એવું કરવા જઈ રહ્યું છે જેનાથી ભારત સાથે ફરી એકવાર તણાવ વધી શકે છે. નેપાળે 100 રૂપિયાની નવી નોટ પર દેશનો નવો નકશો છાપવાની જાહેરાત કરી છે. આ નકશો એ ત્રણ વિવાદિત વિસ્તારો બતાવશે કે જેના પર ભારત તેની સત્તાનો દાવો કરે છે. નેપાળ પોતાના નવા નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાનીનો સમાવેશ કરશે.

 ભારત પહેલાથી જ આ સરહદી વિસ્તારોને વિસ્તૃત કરી ચૂક્યું છે. 100 રૂપિયાની નોટ પર જૂના નકશાને બદલે નવો નકશો બનાવવાનો નિર્ણય નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ 'પ્રચંડ'ની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠકમાં લેવામાં આવ્યો હતો. સરકારના પ્રવક્તા રેખા શર્માએ કહ્યું કે બેઠકમાં 100 રૂપિયાની નોટમાં નેપાળનો નવો નકશો છાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેપાળે 100 રૂપિયાની નોટમાં નાપાક ઈરાદા દર્શાવ્યા 
આ નકશામાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની બતાવવામાં આવશે. રેખા શર્મા નેપાળની માહિતી અને સંચાર મંત્રી પણ છે. તેમણે જણાવ્યું કે 25 એપ્રિલ અને 2 મેના રોજ યોજાયેલી બેઠકમાં કેબિનેટે 100 રૂપિયાની નવી નોટને ફરીથી ડિઝાઈન કરવા અને ચલણ પર છપાયેલા જૂના નકશાને બદલવાની મંજૂરી આપી હતી. અગાઉ, 18 જૂન, 2020 ના રોજ, નેપાળે તેના રાજકીય નકશામાં તે ત્રણ વિસ્તારોનો સમાવેશ કર્યો હતો. આ માટે તેમણે બંધારણમાં સુધારો પણ કર્યો હતો.

આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 વોટ પડ્યા  
નેપાળની સંસદમાં આ વિવાદાસ્પદ બિલની તરફેણમાં 258 મત (275માંથી) પડ્યા હતા. આ બિલની વિરૂદ્ધમાં કોઈ સભ્યએ મતદાન કર્યું નથી. બિલ પસાર કરવા માટે 275 સભ્યોના નીચલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી. નેપાળી કોંગ્રેસ (NC), રાષ્ટ્રીય જનતા પાર્ટી-નેપાળ (RJP-N) અને રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP) સહિતના મુખ્ય વિરોધ પક્ષોએ નવા વિવાદાસ્પદ નકશાને સમર્થન આપ્યું હતું.

ભારતે વાંધો વ્યક્ત કર્યો હતો
વર્ષ 2019માં ભારતે નવો રાજકીય નકશો જાહેર કર્યા બાદ વર્ષ 2020માં નેપાળની તત્કાલીન કેપી ઓલી સરકારે ચીનના કહેવાથી દેશનો નવો નકશો સંસદમાં પસાર કરાવ્યો હતો. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરાની સાથે ભારતના ઘણા વિસ્તારોને નેપાળ બતાવવામાં આવ્યા હતા. જો કે ભારતે આ વિવાદાસ્પદ નકશા સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.

ભારતે  નેપાળ સાથે 1850 કિમીની સરહદ વહેચી 
 નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે 1850 કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે. ભારત લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા પર પોતાનો અધિકાર જાળવી રાખે છે. આ વિસ્તારો ભારતની ઉત્તરાખંડ સરહદને અડીને આવેલા છે.

Recent Posts

બિભવ કુમારને કોઈ રાહત નહીં, તીસ હજારી કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

સ્વાતિ માલીવાલનો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, જાણો શું છે રિપોર્ટમાં

ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા હુમલા પર કન્હૈયા કુમારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

જાણો કેમ થઈ રહ્યું છે IDFC અને IDFC ફર્સ્ટ બેન્કનું મર્જર, રોકાણકારોની મંજૂરી પછી શું થશે?

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

રાજસ્થાનના મંત્રીએ પોતાની જ સરકાર પર ઉઠાવ્યા ગંભીર સવાલ, જાણો શું છે મામલો

INDIA એલાયન્સે PM ઉમેદવારનું નામ નક્કી કર્યું ! ઉદ્ધવ ઠાકરેનો મોટો દાવો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન