વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટનું નવું રેન્કિંગ જાહેર, જાણો ભારતને કયું સ્થાન મળ્યું

હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા બહાર પાડવામાં આવેલ 2025 ના પ્રથમ છ મહિનામાં પાસપોર્ટ રેન્કિંગ અનુસાર સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાલી અને ભારતનો નંબર 85માં ક્રમે છે.

image
X
હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા બહાર પાડવામાં આવેલ 2025 ના પ્રથમ છ મહિનામાં પાસપોર્ટ રેન્કિંગ અનુસાર સિંગાપોર પાસપોર્ટ હજુ પણ વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. આ રેન્કિંગમાં પાસપોર્ટ ધારક કેટલા દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે તે જોઈને પાસપોર્ટની મજબૂતાઈ નક્કી કરવામાં આવે છે. 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની હેનલી એન્ડ પાર્ટનર્સની રેન્કિંગમાં પાકિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો શાબિત થયો છે, તે સોમાલિયા જેવા ગરીબ દેશો કરતાં પણ નીચું છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 વૈશ્વિક સ્થળોની વિઝા-મુક્ત ઍક્સેસના આધારે સૌથી શક્તિશાળી પાસપોર્ટ સિંગાપોરનો છે. સિંગાપોર 195 દેશો સાથે આગળ છે, જાપાન (193) પછી ફિનલેન્ડ, જર્મની અને દક્ષિણ કોરિયા જેવા દેશો ત્રીજા સ્થાને છે.

શું તમે જાણો છો કે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ વિઝા વિના લગભગ 200  દેશોના દરવાજા ખોલી શકે છે? આ ઇન્ડેક્સ 227 પ્રવાસ સ્થળોની સામે 199 પાસપોર્ટનું મૂલ્યાંકન કરે છે, જે તેને વૈશ્વિક પર્યટન સ્થળો માટેની માર્ગદર્શિકા બનાવે છે.

પાસપોર્ટનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે?
પાસપોર્ટની મજબૂતીનું અનુમાન એ જે-તે  દેશનો પાસપોર્ટ યાત્રીઓને કેટલા દેશોમાં વિઝા-મુક્ત અથવા તો વિઝા ઑન આરાઇવલ ની સુવિધા આપે છે તેના પરથી નકી થાય છે.

ભારતનો પાસપોર્ટ મજબૂતીના લિસ્ટમાં 85મા સ્થાને
ભારત 2025 માટે હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સમાં 85મા ક્રમે છે, જે તેના નાગરિકોને વિશ્વભરના 58 દેશોમાં વિઝા-મુક્ત ઍક્સેસની મંજૂરી આપે છે. આ રેન્કિંગ ભારતીય પાસપોર્ટ ધારકો માટે સુધારો દર્શાવે છે, જો કે તે હજુ પણ અન્ય ઘણા દેશોથી પાછળ છે.

પાકિસ્તાનની હાલત ખરાબ
બીજી તરફ પાકિસ્તાન દુનિયાભરમાં સૌથી ખરાબ પાસપોર્ટ વાળા દેશોમાંથી એક છે જે યમન સાથે સયુક્ત રૂપે 103ના સ્થાન પર છે. પાકિસ્તાનની પાસપોર્ટ ધારકો ફક્ત 33 દેશોમાં જવાની અનુમતી છે. પાકિસ્તાનથી વધુ ખરાબ પાસપોર્ટ વાળા દેશોમાં ઈરાક(104), સિરીયા(105), અફઘાન(106)માં સ્થાન પર છે.

Recent Posts

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું

31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર , નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ કરશે રજૂ

karnataka: CM સિદ્ધારમૈયાની પત્નીના નામે ફાળવવામાં આવેલી સંપત્તિ જપ્ત, MUDA કેસમાં ED દ્વારા મોટી કાર્યવાહી

સૈફ અલી ખાને હોશમાં આવતા જ પૂછ્યા હતા આ બે સવાલો, જાણો વિગત

ડિજિટલ વિકાસ માટે 125 દેશમાં ભારત 8મા ક્રમાંકે

સૈફ અલી ખાન હુમલા કેસમાં છે અંડરવર્લ્ડ કનેશન ? જાણો શું કહ્યું મુંબઈના ગૃહ રાજ્ય મંત્રીએ

Delhi Election 2025: બીજેપી દિલ્હીમાં મહિલાઓને દર મહિને આપશે 2500 રૂપિયા, ફ્રી સિલિન્ડર સહિત આપ્યા અનેક મોટા વચનો

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસનું મોટું નિવેદન, જાણો શું કહ્યું