ના કોઈ સ્ટીયરિંગ વ્હીલ કે પેડલ્સ, એલોન મસ્કે રજૂ કરી રોબોટેક્સી, જાણો કેટલી છે કિંમત

ટેસ્લા સાયબરકેબની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ પ્રોજેક્ટ કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇલોન મસ્કે લાંબી રાહ જોયા બાદ આખરે પોતાની રોબોટેક્સી દુનિયા સમક્ષ રજૂ કરી છે. ડ્રાઇવર વિનાના આ વાહનમાં ન તો સ્ટીયરિંગ વ્હીલ છે કે ન તો પેડલ.

image
X
ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે કેલિફોર્નિયાના બરબેંકમાં એક ઇવેન્ટ દરમિયાન કંપનીની નવી રોબોટેક્સી, સાયબરકેબને લોન્ચ કર્યું છે. આ રોબોટેક્સીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. મસ્કએ જાહેરાત કરી હતી કે, તેનું ઉત્પાદન 2026ની શરૂઆતમાં શરૂ થઈ શકે છે, અને આ ડ્રાઇવર વિનાના ઇલેક્ટ્રિક વાહનની કિંમત $30,000 કરતાં ઓછી હોવાની અપેક્ષા છે.

આ ઇવેન્ટ દરમિયાન એલોન મસ્ક રોબોટેક્સીના પ્રોટોટાઇપ સાથે સ્ટેજ પર પહોંચ્યા, અને વાહનની ભાવિ ડિઝાઇન વિશે માહિતી આપી. આ ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમ સોશિયલ નેટવર્કિંગ સાઇટ 'X' પર કરવામાં આવ્યું હતું. જેને 43 લાખથી વધુ લોકોએ નિહાળ્યો હતો. નિષ્ણાતો માને છે કે ટેસ્લા સાયબરકેબની સફળતા કંપનીના સારા ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કંપની આ પ્રોજેક્ટમાં ભારે રોકાણ કરી રહી છે.

ટેસ્લા સાયબરકેબ કેવી દેખાય છે:
રોબોટેક્સી એ હેતુ-નિર્મિત સ્વાયત્ત વાહન છે, જેમાં સ્ટીયરિંગ વ્હીલ અથવા પેડલ્સ નથી. જેનો અર્થ છે કે ઉત્પાદનમાં જતા પહેલા તેને સરકારી રેગ્યુલેટર પાસેથી મંજૂરી લેવી પડશે. તેની ડિઝાઇન તદ્દન ભવિષ્યવાદી છે. જેમાં પતંગિયાની પાંખોની જેમ ઉપરની તરફ દરવાજા ખુલે છે અને નાની કેબિન આપવામાં આવી છે. જેમાં માત્ર બે મુસાફરો માટે બેસવાની જગ્યા આપવામાં આવી છે.

પ્રોટોટાઈપ મોડલને જોતા જોવામાં આવે છે કે તેમાં કોઈ સ્ટીયરિંગ વ્હીલ કે પેડલ નથી અને ન તો તેમાં ચાર્જિંગ પ્લગની કોઈ જગ્યા છે. કંપનીના સીઈઓ એલોન મસ્કએ જણાવ્યું કે, આ રોબોટેક્સી વાયરલેસ રીતે વીજળી મેળવશે અને વાહનની બેટરી ચાર્જ કરશે. એટલે કે તે કોઈપણ સ્માર્ટફોનની જેમ વાયરલેસ ચાર્જર ટેક્નોલોજીથી સજ્જ હશે.
સામાન્ય કાર કરતાં વધુ સુરક્ષિત:
ડ્રાઇવર વિનાની કાર વિશે હંમેશા એક સામાન્ય ધારણા રહી છે કે તે ડ્રાઇવિંગ માટે સલામત નથી. ઓટોનોમસ ડ્રાઇવિંગથી સજ્જ ટેલ્સાની કારમાં પણ ઘણી વખત ખામીઓ જોવા મળી છે. પરંતુ આ હોવા છતાં, એલોન મસ્કે જણાવ્યું હતું કે ઓટોનોમસ કાર કોઈપણ સામાન્ય કાર (હાલમાં ડ્રાઈવર વિનાની કાર) કરતાં 10-20 ગણી વધુ સુરક્ષિત હશે અને શહેરી બસો માટે $1 પ્રતિ માઈલની સરખામણીમાં તેમની કિંમત માત્ર $0.20 પ્રતિ માઈલ હશે. એટલે કે જો કંપનીના દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આ રોબોટેક્સી માત્ર સલામત જ નહીં પરંતુ આર્થિક પણ હશે.

ઉત્પાદન ક્યારે શરૂ થશે? 
ટેસ્લા આવતા વર્ષે ટેક્સાસ અને કેલિફોર્નિયામાં સંપૂર્ણ સ્વાયત્ત ડ્રાઇવિંગ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે સાયબરકેબનું ઉત્પાદન 2026 સુધીમાં શરૂ થવાની આશા છે. જો કે, એલોન મસ્કએ એમ પણ કહ્યું કે, તે 2027 સુધી પણ લંબાવી શકે છે. હાલમાં કંપની આ પ્રોજેક્ટ પર ઉત્સાહપૂર્વક કામ કરી રહી છે. આ સિવાય ટેસ્લા ઓપ્ટીમસ રોબોટ વિકસાવી રહી છે, જે $20,000-30,000ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે.

Recent Posts

MOZI : નવી સોશિયલ મીડિયા એપ થઈ લોન્ચ, મળશે આ જબરદસ્ત ફિચર્સ

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

અલ્લુ અર્જુનને જેલમાં ન મળી VIP ટ્રીટમેન્ટ, જમીન પર સૂઈને રાત વિતાવી, જમ્યો પણ નહીં

'વન નેશન વન ઈલેક્શન' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે, ચર્ચા માટે JPCને મોકલાશે

એક્ટર અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી છૂટ્યો, અભિનેતાએ જેલમાં જ વિતાવી પડી રાત

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને આપી મંજૂરી, હવે આ દેશમાં યોજાશે ભારતની મેચ

અંક જ્યોતિષ/ 14 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?