હવે ક્રિએટર્સ AI-જનરેટેડ વીડિયો ક્લિપ્સ પણ YouTube Shortsમાં એડ કરી શકશે! જાણો વિગત
YouTube એ તેના Shorts કેટેગરીના ક્રિએટર્સ માટે નવું જનરેટિવ AI વીડીયો ફીચર ઉમેર્યું છે. હવે નિર્માતાઓ Google ના Veo 2 વીડીયો મોડલની મદદથી AI જનરેટેડ ક્લિપ્સ બનાવી શકે છે.
YouTube એ તેના Shorts ક્રિએટર્સ માટે નવી જનરેટિવ AI વીડીયો ફીચર ઉમેર્યું છે. હવે નિર્માતાઓ Google ના Veo 2 વીડિઓ મોડલની મદદથી AI જનરેટેડ ક્લિપ્સ બનાવી શકે છે અને તેને Shorts માં ઉમેરી શકે છે. આ ફીચરને યુટ્યુબના ડ્રીમ સ્ક્રીન ફીચરમાં ઉમેરવામાં આવ્યું છે.
AI વીડીયો ક્લિપ કેવી રીતે થશે જનરેટ ?
આ માટે સૌપ્રથમ શોર્ટ્સ કેમેરા ઓપન કરો અને મીડિયા પીકર પર જાઓ.
આ પછી ઉપર આપેલા ક્રિએટ ઓપ્શન પર ટેપ કરો.
અહીં એક ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખો જેમાં ક્રીએટર્સે વીડીયોનું ડિસ્ક્રીપશન આપવાનું રહેશે.
ત્યાર બાદ મનપસંદ સ્ટાઇલ, લેન્સ, સિનેમેટિક ઇફેક્ટ અને વીડિયોની લેંથ પસંદ કરવાની રહશે.
હવે સબમિટ ઓપ્શન પર ટેપ કર્યા બાદ, વીડિઓ ક્લિપ તૈયાર થઈ જશે.
કયા દેશોમાં આ સુવિધા અવેલેબલ છે
યુટ્યુબે આ ફીચરને હાલમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ કર્યું છે અને તેને અન્ય દેશોમાં પણ જલ્દી લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે.
શું છે Veo 2 મોડલ?
Googleનું Veo 2 મોડલ હાલમાં તેની ઇનિશિયલ એક્સેસમાં છે અને પ્રતીક્ષા સૂચિ દ્વારા લોકો માટે ઉપલબ્ધ છે. YouTube કહે છે કે Veo 2 સાથે, ડ્રીમ સ્ક્રીન હવે ઝડપથી અને સારી કોલેટીમાં વીડિયો બનાવી શકે છે.
YouTube દ્વારા બનાવવામાં આવેલ AI વીડીયોમાં વિઝ્યુઅલ ટૅગ્સ અને Googleનું SynthID વૉટરમાર્ક હશે જે દર્શાવશે કે, વીડીયો ક્લિપ અથવા કન્ટેન્ટ AIની મદદથી જનરેટ અથવાતો એડિટ કરવામાં આવી છે. આ ફીચર હજુ ભારતીય ક્રિએટર્સ માટે ટૂંક સમયમાં આવે તેવી શક્યતા છે. આ ફીચર લોન્ચ બાદ ક્રીએટર્સ માટે કમાણી કરવાનો એક નવો રસ્તો ખુલશે અને નવા પ્રકારના કોન્ટેન્ટ વીડીયો ક્લિપમાં પોસ્ટ કરવાની છૂટ મળશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats