OMG : મુંબઇ તાજ હોટલ બહાર એક જ નંબરની 2 કાર થઇ પાર્ક, વીડિયો વાઇરલ થતા પોલીસ એલર્ટ

મુંબઈમાં તાજ હોટલની સામે પાર્ક કરાયેલા એક જ નંબરવાળા બે વાહનોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે એક જ નંબરવાળા બે વાહનો કેવી રીતે રજીસ્ટર થઈ શકે અને પછી બંને વાહનો ત્યાં કેમ પાર્ક કરવામાં આવ્યા.

image
X
મુંબઈમાં તાજ હોટલની સામે એક જ નંબર પ્લેટવાળા બે વાહનો પાર્ક થયેલા જોવા મળ્યા હતા. આ અંગે વાહન ચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને વાહનોને કોલાબા પોલીસ સ્ટેશન લઈ ગયા અને હવે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આ બંને વાહનો સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે મુંબઈમાં તાજ હોટલની સામે પાર્ક કરેલા જોવા મળ્યા હતા. જે બાદ ઓરિજિનલ રજિસ્ટ્રેશન ધરાવતા વાહનના ડ્રાઈવરે પોલીસને આ અંગે ફરિયાદ કરી હતી. આ બાબતની નોંધ લેતા બંને વાહનોને કોલાબા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસ હવે તાજ હોટલની સામે પાર્ક કરેલી બીજી કાર કોની હતી તેની તપાસ કરી રહી છે.

તાજ હોટલની સામે પાર્ક કરેલા બંને વાહનોનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બંને વાહનો મારુતિ સુઝુકીના છે. આ વાહનોમાંથી એક એર્ટીગા છે, જેનો નંબર MH01EE2388 છે. જ્યારે તેની પાછળ પાર્ક કરેલી કારનો પણ આ જ નંબર છે. જો કે બીજા વાહનનું કયું મોડલ છે તે જાણી શકાયું નથી.

પોલીસ વિભાગમાં ખળભળાટ
આ રીતે તાજ હોટલની સામે એક જ નંબર પ્લેટવાળા વાહનો મળી આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હકીકતમાં 26 નવેમ્બર 2008ના રોજ આ લક્ઝરી હોટલ પર પાકિસ્તાનના આતંકીઓએ હુમલો કર્યો હતો. 600 રૂમ અને 44 સ્યુટ ધરાવતી તાજ હોટલ પર થયેલા આ હુમલામાં 160 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલા બાદ તાજ હોટલની આસપાસ કડક પોલીસ બંદોબસ્ત છે.

Recent Posts

OMG : એક વ્યક્તિએ AI દ્વારા 1000 નોકરીઓ માટે અરજી કરી, મળી અઢળક ઓફર

ગુગલ મેપનો સહારો લેવો પોલીસને પડ્યો ભારે, આસામને બદલે પહોંચી ગઇ નાગાલેન્ડ

OMG : બાબાનો ગજબ હઠયોગ, વર્ષોથી માથા પર ધારણ કરે છે 45 કિલો રૂદ્રાક્ષ

લગ્નના વરઘોડામાં પૈસાનો થયો વરસાદ, વિસ્તારના લોકોએ લૂંટ કરવા લગાવી દોડ, જુઓ વીડિયો

ચોરી કરવા ફ્લેટમાં ઘુસ્યો ચોર, કોઈ કિંમતી સામાન ના મળ્યો તો મહિલાને કિસ કરીને ભાગ્યો

OMG : 2025માં ટેક ઓફ થયેલું પ્લેન 2024માં થયું લેન્ડ! જાણો, વિગતો

Rajasthan: બોરમાંથી નીકળ્યું એટલું પાણી કે આસ પાસ બની ગયું તળાવ...બોરવેલ પણ ડૂબ્યું, જુઓ વીડિયો

OMG : સ્કેમર સાથે જ યુવકે કરી દીધો સ્કેમ, કોલ પર આવી રીતે વાત કરી કે કૌભાંડીએ ફોન કાપી દીધો, જુઓ Video

આ ભાઈની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે, જુઓ વાયરલ વીડિયો

OMG : ટ્રેનના પૈડા વચ્ચે આડા પડીને યુવકે 290 કિમીની સફર કરી, જુઓ Video