OMG : લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે વર-કન્યા પક્ષ વચ્ચે ઝઘડો થતાં યુવકે 10 લોકો પર ચડાવી દીધી કાર

રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુલ્હનના ભાઈ સાથે ઝઘડા બાદ એક યુવકે 9 જાનૈયાઓ પર કાર ચડાવી દીધી હતી અને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.

image
X
રાજસ્થાનના દૌસા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં દુલ્હનના ભાઈ સાથે ઝઘડા બાદ એક યુવકે પોતાની કાર લોકો પર ચડાવી દીધી હતી. જેના કારણે 9 લોકો ઘાયલ થયા છે. એક અધિકારીએ એક સમાચાર એજન્સીને આ માહિતી આપી. આ ઘટના રવિવારે રાત્રે લાડપુરા ગામમાં બની હતી.

ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આરોપી લગ્નના વરઘોડામાં ગયો હતો. લગ્ન સ્થળની બહાર ફટાકડા ફોડી રહ્યો હતો. આ દરમિયાન તેની કન્યાના ભાઈ સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે મારામારી થઈ ગઇ. 

આ પછી આરોપી પોતાની કારમાં બેસી ગયો અને દુલ્હનના પરિવારના લોકોના ટોળા પર ચઢી ગયો. જેના કારણે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર 9માંથી 7 લોકોની હાલત ગંભીર છે. જેમને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે અને તેની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. આ પછી મામલાની તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે. અહીં લગ્ન સરઘસમાં 9 લોકો પર કાર ચડી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

Recent Posts

અજગરને હાથમાં પકડીને કિસ કરવા ગયો યુવક, પછી થયું આવું.....જુઓ વીડિયો

OMG : જાપાને બનાવ્યું હ્યુમન વોશિંગ મશીન, 15 મિનિટમાં થશે સંપૂર્ણ સ્નાન

OMG : સ્કૂલના વિદ્યાર્થીએ બનાવ્યું અનોખું ડ્રોન, માણસ પણ બેસીને ઉડી શકે છે, જુઓ VIDEO

OMG : અહીં મળ્યા 2000 વર્ષ જૂના અંજીર, જાણો વિગતો

OMG : લ્યો બોલો, માર્કેટમાં હવે મળશે વિમલ પાન મસાલા વાળી શિકંજી, વીડિયો જોઇને લોકો ભડક્યા

OMG : આ દેશમાં લોકો જાતે ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી શકતા, સ્ટોરમાં જઇને કરવું પડે છે આ કામ

OMG : ઉર્ફી જાવેદે વેચવા કાઢ્યો પોતાનો આ ડ્રેસ, કિંમત સાંભળીને તમારી આંખો થઇ જશે પહોળી

OMG : ગ્વાલિયરમાં માલિકને 9000 રૂપિયામાં પડ્યું ભેંસનું છાણ, જાણો શું છે ઘટના

વિશ્વની સૌથી ઉંચી અને સૌથી ટૂંકી મહિલાની મુલાકાત, ગિનીસ વર્લ્ડ રેકોર્ડનો Video વાયરલ

OMG : ડ્રાઇવરે રીક્ષામાં બેસાડ્યા 16 લોકો, ટ્રાફિક પોલીસે પકડતાં જ થઇ જોવા જેવી, જુઓ Video