OMG : પ્રાઇવેટ પાર્ટમાં 1 કિલો સોનુ છુપાવીને લાવી એરહોસ્ટેસ, સુરક્ષાકર્મીઓ ચોંકી ઉઠ્યા
ડીઆરઆઈ કોચીનની ખાસ બાતમીના આધારે એર હોસ્ટેસને પકડી લેવામાં આવી હતી. પકડાયેલી એર હોસ્ટેસનું નામ સુરભી ખાતૂન હોવાનું કહેવાય છે, જે કોલકાતાની રહેવાસી છે અને મસ્કતથી કન્નુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરેલી ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર હતી.
કેરળના કન્નુર એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની એર હોસ્ટેસ પાસેથી લગભગ એક કિલોગ્રામ સોનું મળી આવ્યું છે. આ પછી પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. એર હોસ્ટેસ કથિત રીતે આ સોનું તેના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં છુપાવીને મસ્કતથી લાવી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ પહેલા પણ ઘણી વખત આ રીતે સોનાની દાણચોરી કરી ચૂકી છે.
એર હોસ્ટેસની ઓળખ કોલકાતાની રહેવાસી સુરભી ખાતૂન તરીકે થઈ છે, જેની પાસેથી લગભગ 960 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ વિભાગ દ્વારા આ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી ખાતૂનને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને તેને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી હતી.
સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઇ ગયા
સુરભી મસ્કતથી કન્નુરમાં ઉતરેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટની કેબિન ક્રૂ મેમ્બર હતી. રિપોર્ટ અનુસાર ખાતૂન આ પહેલા પણ ઘણી વખત સોનાની દાણચોરી કરી ચૂકી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બાતમીના આધારે ડીઆરઆઈ કન્નુરની ટીમે એક એર હોસ્ટેસની ધરપકડ કરી હતી. પ્રાઈવેટ પાર્ટમાં સોનું જે આકારમાં રાખવામાં આવ્યું હતું તે જોઈને એરપોર્ટ સુરક્ષા અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. સોનાને આકાર આપવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. એર હોસ્ટેસે તેના પ્રાઈવેટ પાર્ટમાં પુરૂષોના ગુપ્તાંગના આકારમાં સોનું લગાવ્યું હતું.
ભારતમાં આવો પહેલો કિસ્સો છે
સૂત્રોનો દાવો છે કે ભારતમાં આ પહેલો કિસ્સો છે જ્યારે કોઈ એરલાઈન ક્રૂ મેમ્બર તેના પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવીને દાણચોરી કરતા પકડાયો હોય.