OMG : ડિવોર્સ થતાં જ મહિલાએ કરી પાર્ટી, કેક કાપી અને વેડિંગ ડ્રેસ પણ ફાડ્યો, જુઓ વીડિયો

દરેક વ્યક્તિએ વેડિંગ સેલિબ્રેશન કરતાં તો તમે જોયા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ડિવોર્સનું સેલિબ્રેશન કરતા જોયા છે? અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર દરરોજ લગ્ન સંબંધિત અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જો કે આ બધાની વચ્ચે એક એવો વીડિયો સામે આવ્યો છે જેણે જોઈ લોકો ચોંકી ગયા છે.

image
X
ડિવોર્સ પછી 'હેપ્પી ડિવોર્સ' કેક કાપવામાં આવી. વીડિયોમાં મહિલા કેક કાપતી જોઈ શકાય છે. તેમજ પાછળના બેનર પર 'હેપ્પી ડિવોર્સ' લખેલું છે. મહિલાએ માત્ર કેક જ નહીં કાપી, પરંતુ કાતરથી તેના વેડિંગ ડ્રેસ પણ કાપી નાખ્યો અને તેના વેડિંગના ફોટા પણ ફાડી નાખ્યા. આ કરતી વખતે તે ખૂબ જ ખુશ દેખાતી હતી.

વેડિંગ ડ્રેસ પણ કાપી નાખ્યો 
વીડિયોમાં મહિલા તેના વેડિંગ ડ્રેસને કાતરથી કાપતી જોવા મળી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા, પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. વર્ષ 2024માં તેમના છૂટાછેડા થઈ ગયા અને ચાર વર્ષમાં જ બંને અલગ થઈ ગયા.

જુઓ વીડિયો
સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે
આ અનોખા સેલિબ્રેશન પર સોશિયલ મીડિયા યૂઝર્સ તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે, 'જો કોઈને ઝેરી સંબંધોથી આઝાદી મળી છે, તો તે સેલિબ્રેટ કરવા લાયક છે.' અને તેના મિત્રોને પણ સામેલ કર્યા છે.

નવો ટ્રેન્ડ કે વિચારમાં ફેરફાર?
આ વાયરલ વીડિયોએ ચર્ચા જગાવી છે. શું ડિવોર્સનું સેલિબ્રેશન એ ઝેરી સંબંધોથી સ્વતંત્રતાનું પ્રતીક છે? કે પછી તે સમાજમાં બદલાતા વલણની નિશાની છે? જે પણ હોય, આ વીડિયો લોકોને વિચારવા મજબૂર કરી રહ્યો છે.

Recent Posts

OMG : મેરઠમાં લાગ્યા ગુમ થયેલા અજગરના પોસ્ટર, જાણો શું છે મામલો

26/11 ને યાદ: મુંબઈ આતંકવાદી હુમલાનો ભયાનક દિવસ

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ રીતે કરશે પાકિસ્તાન? સુરક્ષિત વિસ્તારમાં પણ ચાહકોને પ્રવેશતા ન રોકી શક્યું પાક

કાર ચલાવતા મહિલાએ લેપટોપમાં કર્યું કામ, વીડિયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી

લગ્નમાં અચાનક જ ઘૂસ્યો દીપડો, રેસ્ક્યુ ટીમની રાઇફલ છીનવી, જુઓ Video

100 જગ્યાએ અરજી કર્યા બાદ મળી નોકરી, મહિલાએ 10 મિનિટમાં જ છોડી દીધી! એવું તો શું બન્યું?

સૌરાષ્ટ્રના મીની શનિ શિંગણાપુર તરીકે જાણીતા ગામમાં નથી કોઈના ઘરે દરવાજા, જાણો શું છે રહસ્ય

OMG: ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો, માણસે કરી મદદ તો જુઓ શું મળ્યું સાંભળવા

OMG : જયપુરમાં બસમાં થયું આખલા યુદ્ધ, બે આખલાઓએ બસ બાનમાં લઇને હંગામો મચાવ્યો, જુઓ Video

સંગીત સંધ્યામાં સ્ટેજ પર ડાન્સ કરતા-કરતા યુવતી અચાનક જ ઢળી પડી, જુઓ Video