OMG : ફેશન શોમાં બકરાઓએ કર્યું રેમ્પવોક, 177 કિલોનો 'કિંગ' બન્યો શો સ્ટોપર
દેશમાં સૌપ્રથમવાર બકરીઓના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 'કિંગ' નામની બકરી આકર્ષણનું કેન્દ્ર હતી. આ ઈવેન્ટમાં કિંગ શોસ્ટોપર હતો.
ભોપાલમાં બકરાઓના ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માલિકોએ પોતાના બકરાઓને સજાવીને તૈયાર કર્યા હતા. આ બકરાઓ ચમકતી લાઈટ અને મ્યુઝિક વચ્ચે રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા. બધા એમને જોતા જ રહ્યા. 177 કિલોગ્રામ કિંગ સમગ્ર ઇવેન્ટમાં શોસ્ટોપર હતો.
મુંબઇના શખ્સે કિંગને 21 લાખમાં ખરીદ્યો
મળતી માહિતી મુજબ ઈંટખેડી સ્થિત ગાર્ડનમાં બકરાઓના રેમ્પ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોમાં 18થી વધુ બકરાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના અનેક ખરીદદારો પણ બકરા ખરીદવા આવ્યા હતા. 177 કિલોગ્રામ કિંગ આ કાર્યક્રમમાં શો સ્ટોપર હતો. ઇબ્રાહિમ ગોટ ફાર્મના માલિક સોહેલ અહેમદે કિંગને લોન્ચ કર્યો. 177 કિલોનો કિંગ 21 લાખ રૂપિયામાં વેચાયો હતો. મુંબઈમાં રહેતા ઓવેઝે તેને ખરીદ્યો. શોમાં બધાની નજર એક જ બકરા પર હતી. દૂર-દૂરથી લોકો તેને જોવા માટે આવ્યા હતા.
આ બકરો કુલરમાં રહે છે
આ કિંગ બકરો કાજુ, બદામ, પિસ્તા, અંજીર અને ખજૂર ખાય છે. ગરમીથી બચવા માટે તેની આસપાસ કુલર લગાવવામાં આવ્યા છે. તેને ટોનિકથી સ્નાન કરાવવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કિંગ બકરાને ખૂબ ગુસ્સો આવે છે. એકવાર તે ગુસ્સે થઈ જાય તો ચાર-પાંચ લોકો તેને ખૂબ જ મુશ્કેલીથી કાબૂમાં રાખી શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/